વરસાદની દયનીય સ્થિતિમાં ગુજરાતને વધારે એક ફટકો, ડાંગ-દાહોદમાં વીજળી ત્રાટકતા 2 લોકોના મોત, ભડભડ બાળી નાખ્યાં

Lok Patrika
By Lok Patrika
rain in gujarat
Share this Article

ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને લાખો કરોડોનું નુકસાન તો થયું છે, પણ હવે જે ઘટના સામે આવી છે એ ખરેખર ચોંકાવનારી અને દુખદ છે. કારણ કે ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ગાયગોઠન ગામ નજીક એક વ્યક્તિ પર વીજળી પડી છે. બાઈક સવાર વ્યક્તિ પર વીજળી પડતાં ત્યાં જ વ્યક્તિનું અવસાન થયું છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને આરોગ્ય વિભાગ ઘટનાસ્થળે પહોંચી હતી.

rain in gujarat

તો વળી દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ગરબાડા તાલુકાના ટુંકીવજુમાં વીજળી પડી છે. વીજળી પડવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જ્યાં એક મહિલા પર વીજળી પડી હતી જે ઘાયલ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી જેનું પણ સારવાર દરમિયાન મોત થયું હોવાની વિગતો સામે આવી રહી છે.

rain in gujarat

આજની વાત કરીએ તો આગાહી પ્રમાણે મહીસાગર જિલ્લામાં પણ છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો. ત્યારે શુક્રવારે વહેલી સવારથી જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસ્યો હતો અને કરા પણ પડ્યા હતા. વિગતો મળી રહી છે કે સંતરામપુર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો તેમજ વીરપુર તાલુકાના કોયડમ, ચીખલી, ડેભારી સહિતના આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ સાથે કરા પણ પડ્યા હતા. લુણાવાડા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં શુક્રવારની મધ્ય રાત્રીએ એકાએક ભારે ગાજવીજ અને વાવાઝોડા કરા સાથે વરસાદ વરસ્યો હતો. શુક્રવારે દિવસ દરમિયાન વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે સાંજના સમયે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા.

એક-એક કાંડ પર તાળીઓ વાગશે, અ’વાદના કિરણ પટેલે નકલી PMOના નામે અસલી ઓફિસર કરતાં વધારે સુખ-સાયબી ભોગવી

ગુજરાતની આ મોડેલ જબરી ભોંઠી પડી, રેપનો આરોપ નાખ્યો એ શખ્સ જ નપુસંક નીકળ્યો, પૈસા માટે લાજ-શરમ વેચી દીધી

આગાહી સાચી પડી: ગુજરાતમાં અડધી રાત્રે કરા પડ્યા, ચારેકોર વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, હજુ આગાહી યથાવત

ગઈ કાલે મોડી રાત્રીની વાત કરીએ તો ધોધમાર વરસાદ વરસ્યો હતો. લુણાવાડા શહેરમાં અડધા કલાકના ધોધમાર વરસાદથી શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો માંથી ઘુંટણ સમાં પાણી પણ વહ્યા હતા. તો આસપાસના ગ્રામ વિસ્તારો સોનેલાં, ચરેલ, કાંઠા, ચનસર, ચાવડીયા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. વાવાઝોડા સાથે વરસેલા વરસાદના પગલે રાત્રી દરમિયાન લુણાવાડા શહેરના કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ હતી. તો બીજી બાજુ ધોધમાર વરસાદ અને ઠંડા પવનો ફૂંકાતા વાતાવરણ ઠંડુંગાર બન્યું છે. આ રીતે કરા અને વરસાદના કારણે ખેડૂતોને પણ લાખો કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly