Health News: એવું કહેવાય છે કે, મનુષ્યના શરીરમાંથી જે-તે અંગ કપાઇ જાય તો ફરી ક્યારેય બનતું નથી. હ્યુમન બોડી પર ઘણા વર્ષોથી સંશોધન ચાલી રહ્યું છે કે, મનુષ્ય કપાયેલું અંગ ફરીથી ઉગાડી શકે. જો કે, શરીરની અંદર રહેલું એક અંગ એવું છે જે પોતાની રીતે સંપૂર્ણપણે ફરીથી બની જાય છે.
અમુક કોષો પુનઃનિર્માણ માટે કરે છે મદદ
જી હા… અમે વાત કરી રહ્યા છીએ તે અંગનું નામ છે લીવર. આ એક જ અંગ એવું છે પુનઃજનન કરી શકે છે. લીવરમાં જ્યાં સુધી ઓછામાં ઓછા 25 ટકા પેશી બાકી રહે ત્યાં સુધી પુનર્જીવિત થવાની પૂરતી શક્યતા છે. લીવરના બાકીના હિપેટૉસાઇટ કોષો તેને પુનઃનિર્માણ માટે મદદ કરે છે. આ કોષો વિભાજીત અને બહુગુણિત થઇ જાય છે. જેના કારણે ક્ષતિગ્રસ્ત પેશી ફરીથી બની જાય છે.
તો પછી ટ્રાન્સપ્લાન્ટ શા માટે..?
તમને એ સવાલ પણ ઉભો થતો હશે કે, જો લીવર રીજનરેટ થાય છે તો જે દર્દીનું લીવર બગડી ગયુ હોય તો પછી ટ્રાન્સપ્લાન્ટ શા માટે? તો તેનો જવાબ એક્સપર્ટના મતે જણાવીએ તો ટ્રાન્સપ્લાન્ટના અન્ય કારણો પણ છે. જ્યારે દર્દીનું લીવર ખતમ જાય અને કોઇ ચોક્કસ ભાગ કામ કરતો નથી ત્યારે આ કરવું પડે છે. આ જ પ્રકારે લીવરની અમુક બિમારીઓ એવી હોય છે જે થાય તો પણ લીવર પોતાની જાતને ફરી બનાવી શકતું નથી. જે બિમારીને સિરૉસિસ કહેવાય છે. આ સિવાયના બાકીના કિસ્સામાં લીવર પુનઃનિર્માણ માટેના પૂરા ચાન્સિસ છે.