હાલમાં જ રાજકોટનો એક યુવાન વિદેશની ભૂરી સાથે પરણીને આવ્યો ત્યારે ચર્ચા કરવામાં આવી હતી ત્યારે હવે આવો જ એક બીજો કિસ્સો ગુજરાતમાંથી બહાર આવ્યો છે. સુરતમાં એવા જ એક લગ્ન યોજાયા હતા. લંડનની લાડી સુરતના યુવાનને પરણવા આવી હતી અને હવે તસવીરો વાયરલ થઈ રહી છે. આ વિદેશી યુવતીને ભારતીય સંસ્કૃતિ સાથે ખુબ પ્રેમ છે જેના કારણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે લગ્ન કર્યા. સાથે જ લગ્નના વરઘોડામાં ગરબા કરતી પણ જોવા મળી હતી. પોલેન્ડમાં અભ્યાસ કરતાં કરતાં બન્ને પ્રેમ થઈ ગયો અને યુવતીએ સુરત આવી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે લગ્ન કર્યા હતા તો વળી ગરમે પણ રમી હતી.
કહાનીની શરૂઆત કંઈક એ રીતે થઈ હતી કે સુરતના ખાતે રહેતો એક યુવક અભ્યાસ માટે પોલેન્ડ ગયો અને ત્યાં અભ્યાસ દરમિયાન કોલેજમાં એક વિદેશી છોકરી સાથે તેને પ્રેમસંબંધ બંધાયો. છોકરી પણ ગળાડૂબ પ્રેમમાં હતા અને આ બંને એકબીજાને પ્રેમ કરતા હતા. એમની પ્રેમ કહાની લગ્ન સુધી પણ પહોંચી ગઈ છે.
જોકે, યુવક યુવતી સાથે લગ્ન કરવા માંગતો હતો પણ યુવતી યુવક સાથે ત્યારે જ લગ્ન કરવા માંગતી હતી કે, જ્યારે તેમનો લગ્નનો પ્રસંગ ભારતમાં ઉજવાય અને આજે આખરે એ પણ થઈ ગયું.
કહેવામાં આવી રહ્યું છે કે આ યુવતીને ભારતની સંસ્કૃતિ સાથે ખૂબ જ પ્રેમ હતો. જેને લઈને આ કોલેજની યુવતી સુરતના યુવક સાથે લગ્ન કરવા સુરત ખાતે આવી પહોંચી હતી. ભારતીય તમામ વિધી સાથે આ બન્નેના લગ્ન થયા અને પછી દુલ્હન ગરમા કરતી પણ જોવા મળી હતી.