સુરતમાં ફરી એકવાર આમ આદમી પાર્ટીમાં ભંગાણ થયું છે. સુરત AAPના 2 કોર્પોરેટરો ભાજપમાં જોડાતા ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યાં છે. આજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તમણે ભાજપ સરકાર સામે અનેક વધેક સવાલ કર્યાં હતા. આ પહેલાં આમ આદમી પાર્ટીના 6 જેટલા કોર્પોરેટરો ભાજપનો કેસરિયો ખેસ કર્યો હતો. હવે આ રીતે આમ આદમી પાર્ટીના 8 કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીંમાં આવી ગયા છે. આ પહેલા 4 પણ ગયા હતા એ રીતે કુલ 12 કોર્પોરેટર ભાજપમાં જોડાઈ ગયા છે.
ટૂંકમા હવે સુરતમાં AAPના 28માંથી 12 કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે. ડાયમંડ નગરી સુરતની મહાનગરપાલિકામાં આપને વધુ એક ઝટકો મળ્યો છે. વિગતો મુજબ આજે સુરતમાં AAPના વધુ 2 કોર્પોરટર ભાજપમાં જોડાયા છે. આજે શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, વોર્ડ નં-3ના કનુ ગેડિયા અને વોર્ડ નં-2ના અલ્પેશ પટેલ ભાજપમાં જોડાયા છે.
સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજને વાત કરી કે PM મોદીની લોકપ્રિયતા વધી રહી હોઇ તેનાથી પ્રેરાઈને હવે સુરતમાં આપના કોર્પોરેટરો ભાજપમાં આવી રહ્યા છે. ભાજપની વિકાસની રાજનીતી મોદીની આગેવાની લોકપ્રિયતા વધી રહી છે. જેને લઈ આજે AAPમાંથી બંને કોર્પોરેટરો રાજીનામુ આપી ભાજપમાં જોડાયા છે.
અમદાવાદીઓ માટે ખુબ મોટી રાહતના સમાચાર, મોટા ભાગના ટ્રાફિક સિગ્નલ બંધ, બાકીના પર પણ સમય ઘટાડી દીધો
જો કે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવનારા નેતાઓએ પણ નિવેદન આપ્યું છે, AAPમાંથી ભાજપમાં જોડાયા બાદ કોર્પોરેટર કનું ગેડિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, AAPએ મને સસ્પેન્ડ કર્યો અને હું ભાજપમાં જોડાયો છું. મેં મારા મતદારો સાથે દ્રોહ કર્યો નથી. મતદારોએ મને જોઈને મત આપ્યા હતા, AAP ને જોઈને નહી. તો વળી ગોપાલ ઈટાલિયાએ પણ કહ્યું કે કટકી નથી મળતી એટલે AAPના કોર્પોરેટરો પાર્ટી છોડી ભાજપમાં ગયા.