હજુ એક ઘા રુઝાયા નથી કે અરવલ્લીમાં પણ આવો જ એક ગોઝારો અકસ્માત સામે આવ્યો હતો. મોડાસા હિંમતનગર હાઈવે પર બુલેટ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. ત્યારે આજે ફરી એક બીજી આવી જ દુખદ ઘટના બની છે. જાનૈયાઓથી ભરેલો ટેમ્પો ખાઇમાં ખાબક્યો છે. મહીસાગરના લુણાવાડામાં આ ઘટના બની છે અને જેમાં 8 લોકોના મોત નિપજ્યા હોવાના સમાચાર છે.
આ કેસમાં વિગતો સામે આવી રહી છે કે કુલ 22થી વધારે લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. જાનૈયાની ખુશી માતમમાં પસરી ગઈ હતી. આ ટેમ્પોમાં 50 જેટલા જાનૈયાઓ લગ્ન માણવા માટે જઇ રહ્યા હતા. અકસ્માતમાં કુલ આઠ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 22 જેટલા લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ય વિગતો અનુસાર મહિસાગરના લુણાવાડા પાસે જાનૈયાઓથી ભેરેલો ટેમ્પો લગ્નમાં જાનની મોજ માણવા માટે જઈ રહ્યો હતો. આ ટેમ્પો લગ્નની જાન લઇને ગઠાથી સાત તળાવ જતો હતો એ દરમિયાન ટેમ્પો ખાઇમાં ખાબકતા દુખદ ઘટના ઘટી હતી.
દિલને ઠંડક મળે એવા સમાચાર: આજે સોનું 2700 રૂપિયા સસ્તું થયું, ભાવમાં ધરખમ ઘટાડો જોઈને ગ્રાહકો ખુશ!
હાલમાં કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે. તો વળી જે લોકો ઘાયલ થયા છે તેમને લુણાવાડાની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. અકસ્માતમાં ઘાયલ લોકોને રિક્ષામાં સારવાર અર્થે લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત 108ની 4 ટીમો પણ ઘટના સ્થળ પર તાત્કાલિક પહોંચી હતી અને સારવાર શરૂ કરી હતી.