Astrology News: અરીસાનો ઉપયોગ માત્ર શણગાર માટે જ નહીં પરંતુ વાસ્તુ દોષોને દૂર કરવા માટે પણ થાય છે. તેના યોગ્ય ઉપયોગથી અનેક પ્રકારના વાસ્તુ દોષ દૂર થાય છે. તેની સામે અરીસાના ખોટા ઉપયોગથી ઘણી ગંભીર સમસ્યાઓ સર્જાય છે.
તૂટેલો અરીસો અશુભ છે!
ભારતીય સંસ્કૃતિમાં તૂટેલા અરીસાને અશુભ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ સવારે ઉઠતાની સાથે તૂટેલા કાચ કે અરીસાને જુએ તો તેનો આખો દિવસ સંઘર્ષમાં પસાર થઈ જાય છે. એટલા માટે તૂટેલો અરીસો હંમેશા માટે ફેંકી દેવો જોઇએ. આ સિવયા ઘરમાં તૂટેલા કાચના ટુંકડા પણ ન રાખવા જોઇએ.
2 અરીસા ન લગાવો
સૌથી મહત્વની વાત એ પણ જાણી લો કે, બે અરીસાઓ એકબીજાની સામે ન લગાવવા જોઈએ કારણ કે તે જગ્યા પર શાંતિ અને શુભ ઉર્જાની બદલે બેચેની અને ઉદાસી વધારે છે.
બેડરૂમમાં અરીસો ન રાખવો
વાસ્તુના નિયમાનુસાર બેડરૂમમાં પણ અરીસો ન લગાવવો જોઈએ. ખાસ કરીને એવી જગ્યાએ જ્યાંથી બેડ દેખાતો હોય. બેડરૂમમાં પલંગની સામે મૂકેલો અરીસો પતિ-પત્ની વચ્ચે ઝઘડાનું કારણ બને છે. જગ્યાના અભાવે અરીસો લગાવવો પડે તો પણ સૂતી વખતે અરીસાને કપડાથી ઢાંકી દેવો જોઈએ.
વેપારના સ્થળ પર ક્યાં લગાવશો અરીસો?
વેપારના સ્થળે અરીસો એવી રીતે લગાવવો જોઈએ કે તમારા કેશ બોક્સ, બિલિંગ મશીન, રજિસ્ટર વગેરેનું પ્રતિબિંબ દેખાય. તેનાથી સમૃદ્ધિ આવે છે. વ્યાપાર અને પૈસાની લેવડ-દેવડ થતી હોય તેવા સ્થાન પર અરીસો લગાવવો ફાયદાકારક છે.
ઘરમાં ચોક્કસ દિશામાં અરીસો લગાવો
ઘર અથવા ઓફિસના મુખ્ય પ્રવેશદ્વારની સામે પૂર્વની દિવાલ પર ગોળ અરીસો લગાવવો ફાયદાકારક છે, આ અરીસો ઉગતા સૂર્યને દર્શાવે છે. ઉત્તર-પૂર્વની દીવાલ પર લાગેલો અરીસો નવી યોજનાઓના દ્વાર ખોલે છે. જો ઘરનો કોઈ ખૂણો એવો હોય કે જ્યાં કોઈ પ્રવૃત્તિ ન હોય અથવા અંધારું હોય તો ત્યાં નકારાત્મક ઉર્જા વહેવા લાગે છે. આવી જગ્યાને શક્તિ આપવા માટે અરીસાનો ઉપયોગ કરી શકાય છે અને અરીસાને યોગ્ય સ્થિતિમાં મૂકીને લાઇટિંગ પણ વધારી શકાય છે.
શું તમને ખબર છે? પ્લેન કરતાં હેલિકોપ્ટર અકસ્માતો કેમ વધુ થાય? જાણો આ પ્રશ્નનો ખૂબ જ રસપ્રદ જવાબ
સૌથી છેલ્લે જોઇએ તો, જો તમારા ઘરની બહાર ટેલિફોનના થાંભલાઓ, ઝાડ અથવા અન્ય કોઈના ઘરની દિવાલોથી બનેલા ખૂણાઓ વાસ્તુ દોષનું કારણ બને છે, તો ત્યાં જરૂરિયાત મુજબ અરીસો લગાવી અને વિરુદ્ધ દિશામાં છિદ્રો પ્રતિબિંબિત કરવાથી વાસ્તુ દોષો ઓછા થઈ શકે છે. તેને રસોડામાં સ્થાપિત કરવાનું ભૂલશો નહીં. જો તમે ઇચ્છો તો ડાઇનિંગ રૂમમાં ડાઇનિંગ ટેબલ પાસે અરીસો પણ લગાવી શકો છો.