ગુજરાત સરકારના કમિશનર મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના કાર્યરત છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ આધાર બેઈઝડ માસિક સહાય ચુકવવાની કામગીરી કાર્યરત હોવાથી ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીને જે ખાતા (બેંક/પોસ્ટ)માં માસિક સહાય મેળવવાની હોય તો તે ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરાવવા જેથી તે બેંક/પોસ્ટ ખાતામાં સહાય જમા થઈ શકે.
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનામાં આધારકાર્ડ લિંક ન હોય તેવી ગંગા સ્વરૂપા બહેનોના આધારકાર્ડ લિંક થાય તે માટે જિલ્લા કક્ષાએથી આધારલિંકની કાર્યવાહી કાર્યરત કરવામાં આવેલ છે. અમદાવાદ જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ આધાર કાર્ડ અપડેટ કરાવવાના બાકી હોય તેવા તમામ લાભાર્થીઓએ તેમના તાલુકાના મામલતદારશ્રીની કચેરીએ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના ઓપરેટરની મુલાકાત લઈ આધારકાર્ડ જમા કરાવી અપડેટ કરાવવાના રહેશે.
જે તે તાલુકાના લાભાર્થીઓ તથા અન્ય વ્યક્તિઓ જેમને યોજના અંતર્ગત મૂંઝવતા પ્રશ્નો હોય તેવા તમામ લોકો માટે મામલતદાર કચેરી તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, બ્લોકનં.૧, પોલિટેકનીક કેમ્પસ, આંબાવાડી, અમદાવાદ ખાતે સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકાશે. સંપર્ક માટેનો ફોન નંબર નીચે મુજબ છે. ફોન નંબર: ૦૭૯-૨૬૩૦૯૦૪૨
લાંબી દાઢી, લાંબા વાળ અને સાધુનો પોશાક… ગુજરાતના વોન્ટેડ ગુનેગારની 23 વર્ષ બાદ મથુરામાંથી ધરપકડ
જુનાગઢમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી, તારાજીનો નજારો જોઈને ચોંકી જશો, ગામોના ગામો ડૂબ્યા
યોજનાના લાભાર્થીઓ આધારકાર્ડ અને બેન્ક/પોસ્ટ ખાતાની પાસબુકની નકલ અત્રેની કચેરીના વોટ્સેપ નંબર ૯૪૨૭૬૩૩૬૧૩ ઉપર પણ મોકલાવી શકાશે જેથી લાભાર્થીનું આધાર લિંક કરી શકાય અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની રકમ લાભાર્થીના બચત ખાતમાં સીધી જમા થઈ શકે.