અજય દેવગન બોલિવૂડનો એક એવો અભિનેતા છે જેણે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆતથી જ બોલિવૂડમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. અજય દેવગનને 90ના દશકના સૌથી મોટા હીરોમાંના એક માનવામાં આવતા હતા અને અજય દેવગન આજે પણ પોતાના પાત્રને કારણે લોકોના દિલમાં જગ્યા બનાવી ચુક્યા છે. અજય દેવગન હંમેશા તેના અભિનયથી બોક્સ ઓફિસ પર પ્રભુત્વ મેળવવામાં સફળ રહ્યો.
આ સિવાય અજય દેવગનની સુંદરતા અને તેના એક્શનના દીવાના ઘણી યુવતીઓ હતી અને તેમાં માત્ર સામાન્ય યુવતીઓ જ નહીં પરંતુ બોલિવૂડની કેટલીક સુંદરીઓ પણ સામેલ હતી. જ્યારે અજય દેવગન તેની અભિનય કારકિર્દીની શરૂઆતમાં હતો અને તેણે થોડી સફળતા હાંસલ કરી હતી, ત્યારે તે બોલિવૂડની સુપરસ્ટાર કાજોલ સાથે પ્રેમમાં પડ્યો અને બંનેએ તેમના પ્રેમને અતૂટ બંધનમાં બાંધ્યો અને લગ્ન કર્યા.
એકવાર અજય દેવગન અને કાજોલ સાથે કંઈક એવું બન્યું, જેના કારણે તેમના સંબંધોમાં તિરાડ આવી જેનું કારણ કંગના હતી. કંગના રનૌત અને અજય દેવગણે ફિલ્મ વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ દરમિયાન કંગના અને અજયે ઘણા રોમેન્ટિક સીન્સ પણ કર્યા હતા. ફિલ્મના સેટ પર પણ કંગના અને અજય વચ્ચેની નિકટતા જોવા મળી હતી. આ ફિલ્મમાં કામ કર્યા બાદ બંને વચ્ચે નિકટતા આવી અને કંગના અને અજયના અફેરના સમાચારો વહેવા લાગ્યા.
કંગના અને અજયના અફેરના સમાચાર સાંભળ્યા બાદ કાજોલે કંગનાથી દૂર રહેવાની ધમકી આપીને ઘર છોડી દીધું હતું. કાજોલનું ઘર છોડ્યા પછી અજય ખૂબ જ દુ:ખી થઈ ગયો હતો પરંતુ થોડા સમય પછી બધું બરાબર થઈ ગયું.