Political News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ સતત જળવાઈ રહી છે. નરેન્દ્ર મોદીના 2014માં કેન્દ્રીય રાજકારણમાં પ્રવેશ્યા બાદથી ભારતીય જનતા પાર્ટીએ ઘણી વિધાનસભા ચૂંટણીઓ જીતી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં પણ શાનદાર જીત હાંસલ કરવામાં આવી હતી. ત્યારે આવું પણ કહેવામાં આવી રહ્યું છે કે 2024ની લોકસભા ચૂંટણી પીએમ મોદી માટે છેલ્લી લોકસભા ચૂંટણી હોઈ શકે છે.
તમને જણાવી દઈએ કે પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ લોકસભા ચૂંટણીમાં સતત ત્રીજીવાર સરળતાથી જીત હાંસલ કરશે. મૂડ ઓફ ધ નેશનના ઓપિનિયન પોલમાં આગાહી કરવામાં આવી છે કે પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ લોકસભા ચૂંટણીમાં સતત ત્રીજીવાર સરળતાથી જીત હાંસલ કરશે. જો કે સર્વે દરમિયાન લોકોને પીએમના ઉત્તરાધિકારી વિશે પણ પૂછવામાં આવ્યું હતું.
સર્વે અનુસાર 29 ટકા લોકો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પીએમ મોદીના સૌથી યોગ્ય રાજકીય ઉત્તરાધિકારી માને છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 25 ટકા મતો સાથે બીજા સ્થાને છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી તેમનાથી પાછળ છે. સર્વેમાં 16 ટકા લોકોએ તેમનું સમર્થન કર્યું હતું. આ તાજેતરના સર્વેમાં તમામ લોકસભા બેઠકોમાંથી 35,801 લોકોએ ભાગ લીધો હતો. તે 15 ડિસેમ્બર 2023 થી 28 જાન્યુઆરી 2024 વચ્ચે યોજાઈ હતી.
ભાજપમાં એક એવા નેતા પણ છે જેમને તમામ રાજકીય પક્ષો તરફથી પ્રશંસા મળી છે. તેઓ નીતિન ગડકરી છે. તે સમસ્યા ઉકેલનાર તરીકે ઓળખાય છે. ગડકરીની પરિવહન મંત્રી તરીકેની કામગીરી અને સમગ્ર દેશમાં હાઈવેનું નેટવર્ક વિસ્તરણ કરવા બદલ વિપક્ષી નેતાઓ દ્વારા તેમની પ્રશંસા કરવામાં આવી છે.