લ્યો સાંભળી લો અ’વાદીઓ, આગ ઝરતી ગરમીમાંથી રાહતના સમાચાર આવ્યા, જાણો મેઘરાજાના ત્રીજા રાઉન્ડની આગાહી

Lok Patrika Desk
By Lok Patrika Desk
ambalal patel
Share this Article

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. જેમાં વલસાડ, નવસારી, સુરત અને ભરૂચ તેમજ ભાવનગર, અમરેલી, બોટાદમાં વરસાદ રહેશે. અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે. ઉપરાંત 17 જુલાઈથી વરસાદની ગતિમાં વધારો થશે. તેમજ રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 60 ટકા વરસાદ નોંધાયો છે.

અંબાલાલ પટેલે વરસાદને લઈ આપી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગતરોજ વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી હતી. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આગામી 18 અને 19 જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ ડીપ ડિપ્રેશન બનશે. બંગાળની ખાડીનું ડીપ ડિપ્રેશન ગુજરાતમાં વરસાદ લાવશે. ડીપ ડિપ્રેશનના કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે.

ambalal patel

14 જુલાઈએ રાજ્યના કેટલાક જીલ્લામાં વરસાદની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારે અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગરમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ખેડા, મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.

ટાટા ગ્રૂપમાં અહીં રોકાણ કર્યું હોય તો સમજો કરોડપતિ થઈ ગયાં, આવ્યા સારા સમાચાર, 1 લાખને બદલે તમને 7 કરોડ મળશે

એક એવું મંદિર કે જ્યાં પ્રસાદમાં અપાય છે ગાંજો, કારણ જાણીને પહેલી વખતમાં તો માનવામાં નહીં આવે

સીમા સચિન લવ સ્ટોરીઃ પાકિસ્તાની મહિલાઓ સીમા હૈદર વિશે શું વિચારે છે, વીડિયો વાયરલ થતાં ચારેકોર હાહાકાર

15 જુલાઈએ રાજ્યમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 15 જુલાઈએ સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે. 15 જુલાઈએ અમદાવાદ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ખેડા, મહીસાગર, પંચમહાલમાં વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, ભરૂચ, ડાંગ, નર્મદા, નવસારી, તાપીમાં વરસાદ થવાની શક્યતા છે.


Share this Article
TAGGED: , ,