અ’વાદમાં માનવતાને શર્મસાર કરનારો કિસ્સો, પત્નીએ પતિને શારિરીક સંબંધ બાંધવાની ના પાડતા દારુડિયાએ એવું કર્યું કે….

Lok Patrika Desk
By Lok Patrika Desk
wife
Share this Article

શહેરમાં વધુ એક મહિલા શારીરિક અને માનસિક ઘરેલું હિંસાનો ભોગ બની છે. પતિ દારૂ પીવાની ટેવ વાળો હોવાથી પરિણીતા જાતીય સંબંધ બાબતે ના પાડે તો તેની સાથે મારઝુડ કરીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. તેમજ મહિલાનો પતિ તેને પકડીને માથુ દિવાલ સાથે ભટકાવતો હતો. એટલું જ નહીં પરિણીતાએ તેના પતિને પુછ્યા વગર શાક બનાવતા તે એકદમ જ ઉશ્કેરાઇ ગયો હતો. અને પરિણીતાને પકડીને 10 થી 12 વખત માથું દિવાલ પર ભટકાવ્યું હતું. અને તેનો પતિ તેના પર ચારિત્ર્યહીન છે તેવા ખોટા આક્ષેપો કરી ઝઘડા કરતો હતો.
wife


શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે લગ્નના ત્રણ માસ સુધી તેના પતિએ તેને સારી રીતે રાખી હતી. ત્યારબાદ ઘરકામ બાબાતે નાની-નાની વાતોમાં તેનો પતિ અને સાસુ ખરાબ ગાળો બોલતા હતા. જ્યારે તેનો પતિ દારૂ પીવાની ટેવ વાળો હોવાથી પરિણીતા જાતિય સંબંધ બાબતે ના પાડે તો તેની સાથે મારઝુડ કરીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. તેમજ તેનો પતિ તેને પકડીને માથુ દિવાલ સાથે ભટકાવતો હતો. તેના સાસુ સસરા કહેતા હતા કે વહુને પહેલાથી કાબુમાં રખાય. તેની નણંદ પણ પતિનું ઉપરાણું લઇ મેણા ટોણા મારતી હતી.

wife

દર શનિવાર અને રવિવારે તેઓ પરિવાર સાથે ખેતીકામ કરવા માટે વતન જતાં હતાં. જો કે એક દિવસ સાંજના સમયે પરિણીતાએ તેના પતિને પુછ્યા વગર શાક બનાવતા તે એકદમ જ ઉશ્કેરાઇ ગયો હતો. અને પરિણીતાને પકડીને 10 થી 12 વખત માથું દિવાલ પર ભટકાવ્યું હતું. જેથી પરિણીતાને માથાનો દુખાવો થતાં 181 બોલાવવાની વાત કરતા તેને નજીકના ખાનગી દવાખાને લઇ ગયા હતાં.

TET ની પરિક્ષાનો અનોખો કિસ્સો, પહેલા ફેરા ફરી, પછી પરિક્ષા આપી અને બાદમાં કન્યા વિદાય થઈ, આખા ગુજરાતમાં ચર્ચા

ભારતના મોટાભાગના રાજ્યોમાં આજે મેઘરાજા ખાબકશે, ધોમ-ધખતા તડકાથી મળશે રાહત, 8 રાજ્યોમાં તો કરાં પડશે

પરિવાર સાથે ગોવા પહોંચ્યો સચિન તેંડુલકર, ક્રિકેટનો ભગવાન કઈક આ રીતે ઉજવશે જન્મદિવસ, Video ચારેકોર વાયરલ

જ્યારે તેનો પતિ મહિલા પર ચારિત્ર્યહીન છે તેવા ખોટા આક્ષેપો કરી ઝઘડા કરતાં હતાં. અને ધમકી આપતા હતાં કે તું પોલીસ કેસ કરીશ તો જાનથી મારી નાંખીશું. પરિણીતાના પતિએ તેના પિતાને ફોન કરીને તેને લઇ જાવ નહી તો ઘરમાંથી કાઢી મુકીશ, તેવું કહેતા પરિણીતા રિસાઇને પિયર આવી ગઇ હતી. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.


Share this Article
TAGGED: , ,