અમદાવાદની શોભા વધારનાર રિવર ફ્રન્ટને કોની નજર લાગી, જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા, જનતા કે તંત્ર કોણ છે જવાબદાર?

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Ahmedabad news : જ્યારે પણ કોઈ વિદેશી મહેમાન અમદાવાદની (Ahmedabad) મુલાકાત લે છે, ત્યારે તેઓ રિવરફ્રન્ટની (riverfront) મુલાકાત અચુક લેતા હોય છે, જો તેમને રિવરફ્રન્ટની મુલાકાત દરમિયાન કચરો જોવા મળે તો? આવું કેમ થઈ રહ્યું છે તેવા સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે ગુજરાત સરકારના પ્રોજેક્ટ પર કચરાનો દાગ લાગી ગયો છે. અમદાવાદને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા માટે તંત્ર સતત કામ કરી રહ્યું છે. જોકે આ જ કામમાં ક્યાંક કચાશ જોવા મળી રહી છે.

 

અહીં વાત તંત્ર દ્રારા વિકસિત રિવરફ્રન્ટની (riverfront) છે કે જ્યાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. વાસણા બેરેજવાળા રોડ (Vasana barrage road) પર કચરાના ઢગને કારણે અહીં ચાલવા માટે આવતા લોકોનું માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવી રહી છે. જેને જોતાં અમદાવાદના રિવરફ્રન્ટની દુર્દશા કેવી છે તે જાણવા મળે છે. આ કચરા માટે આખરે જવાબદાર કોણ અને કોને આ કચરા માટે દંડ આપવામાં આવશે તે સવાલ પણ ઉઠી રહ્યો છે.

કચરાનો આટલો ઢગલો જો રિવરફ્રન્ટ પર જોવા મળે છે, તો આખરે કોના ઈશારે રિવરફ્રન્ટ પર આટલો કચરો નાંખવામાં આવ્યો છે, અને શું રિવરફ્રન્ટ ફેંકાયેલા કચરા મામલે કોની સામે પગલા ભરાશે તે સવાલ દરેકના મનમાં થઈ રહ્યો છે. રિવરફ્રન્ટ પર ફેંકવામાં આવેલા કચરાના કારણે રિવરફ્રન્ટની સુંદરતાને કાળા દાગ લાગી રહ્યા છે.

 

12 ઓગસ્ટે ફરી જોય રાઈડ શરુ થશે

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર જોય રાઈડ ફરી શરુ થશે. 12 ઓગસ્ટથી ફરી એક વાર અમદાવાદના આકાશી નજારો માણી શકાશે. જોકે આ વખતે જોયરાઈડની ટિકિટમાં થોડા ફેરફાર છે. ગયા વખતે વ્યક્તિ દીઠ 2360 રુપિયા ટિકિટ હતી જે આ વખતે 2478 રાખવામાં આવી છે, આમ તો સી-પ્લેન માટેનું ટર્મિનલ રિવરફ્રન્ટ ખાતે બનાવવામાં આવ્યું હતું પરંતુ આખો પ્રોજેક્ટ પાણીમાં ગયા બાદ જાન્યુઆરી-2022માં જોય રાઇડ શરૂ કરવા ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રાઇવેટ લિમિટેડ (ગુજસેલ) સાથે 11 મહિના માટે એરોટ્રાન્સ સમજૂતિ કરી હતી.

 

શાકભાજી બાદ હવે ફળોએ લોકોનું ઢાંઢુ ભાંગી નાખ્યું, જાણો કેટલું વધી રહ્યું છે તમારા રસોડાનું બજેટ, પથારી ફરી ગઈ

ગુજરાત પર કોઈ સિસ્ટમ જ એક્ટિવ નથી, હળવો પડશે પણ હમણાં આખા રાજ્યમાં ક્યાંય ભારે વરસાદની રાહ ન જોવી

ડિસેમ્બરમાં તે પૂરી થતાં નવેસરથી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટ ડિસેમ્બરમાં પૂર્ણ થયા બાદ જોય રાઇડ 18 માર્ચ સુધી ચાલુ રખાઈ હતી, ત્યારે જોય રાઈડ માટે આવતાં પ્રવાસીઓને જો રિવરફ્રન્ટ પર કચરો દેખાશે તો અમદાવાદની આબરુના લીરેલીરા ઉડી શકે છે.


Share this Article