અંબાલાલે કરી ધોમ-ધખતા ઉનાળા વિશે દઝાડતી આગાહી, આ તારીખે ઘરની બહાર નીકળવા માટે પણ વિચાર કરવો પડશે

Lok Patrika Desk
By Lok Patrika Desk
heatwave
Share this Article

રાજ્યમાં કમોસમી વરસાદમાંથી કળ વળી નથી, ત્યાં ફરી હવામાન વિભાગની કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદવાસીઓ ગરમી માટે તૈયાર રહેજો. 2 દિવસ બાદ 2 ડિગ્રી તાપમાન વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 17 અને 18 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. હિટ એક્શન પ્લાન અંતર્ગત યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 41 થી 43 ડિગ્રી તાપમાન હોય ત્યારે યલો એલર્ટ આપવામાં આવે છે. પરંતુ 19 એપ્રિલે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદની શકયતા જોવામાં આવી છે. ગત રોજ અમદાવાદમાં સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે.

heatwave

અંબાલાલ પટેલની આગાહી

હજુ પણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાંત અને આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હજુ પણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે એપ્રિલ અને મે મહિનામાં કમોસમી વરસાદ પડી શકે છે. તારીખ 10થી 16 એપ્રિલ વચ્ચે ફરીથી કમોસમી વરસાદ પડી શકે છે.

તેમજ વધુમાં જણાવતા કહ્યું કે અખાત્રીજના દિવસે પણ માવઠું પડી શકે છે. ત્યારે મે મહિનામાં 2થી 8 મે વચ્ચે ફરીથી માવઠું પડશે. તેમજ મે મહિનામાં પ્રિમોન્સુન એક્ટિવિટી પણ શરૂ થઈ જશે. તો જૂનમાં પણ ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના ભાગોમાં પવન સાથે વરસાદ પડી શકે છે. તો 17 જૂનની આસપાસ પવન સાથે વરસાદ પડવાની શરૂઆત થઈ જશે. આ સમાચાર ખેડૂતો માટે માઠા સમાચાર બની રહેશે.

heatwave

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહિ થાય. ગત રોજ અમદાવાદ અને અમરેલીમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે સુરેન્દ્રનગર અને ગાંધીનગર 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અંબાલાલ પટેલે પણ ગરમીની આગાહી માટે કહ્યું કે, એપ્રિલ મહિનો કાળઝાળ ગરમીનો મહિનો પણ સાબિત થશે. 19 એપ્રિલ બાદ તાપમાન 44, 45 ડિગ્રીએ પહોંચવાની આગાહી છે. તેના બાદ 23 અને 24 તારીખે ફરી માવઠાની આગાહી છે.

heatwave


સૂર્ય અને ગુરૂની યુતિ અમુક રાશિઓના જીવનમાં શુભ અસર કરી શકે છે. પરંતુ સાથે જ જનજીવને પણ એટલી જ અસર કરી શકે છે. રાજ્યમાં 12થી 19 એપ્રિલ સુધી કમોસમી વરસાદની અંબાલાલની આગાહી કરાઈ છે. તો 19 એપ્રિલ બાદથી ભીષણ ગરમીની આગાહી કરાઈ છે. જેમાં તાપમાન 45 ડિગ્રીએ પહોંચતા ફરી ગરમી અંગ દઝાડશે.

વિચારતા રહેશો તો રહી જશો, સાવ સસ્તો મળી રહ્યો છે iPhone, ભાવ સાંભળીને લોકોની લાંબી લાઈન લાગી

બધા રેકોર્ડ તોડી નાખ્યાં! સોનાની કિંમત સાંભળીને જરાય ચોંકી ના જતા, એક તોલાના આટલા હજાર આપવા પડશે

સલમાનના સેટ પર કોઈ નિયમ નથી… નિવેદન આપતા તો અપાઈ ગયું પણ હવે પલકને ભીંસ પડતા પલટી મારી ગઈ

આ રીતે ગ્રહોના દેવ સૂર્ય દેવ 14 એપ્રિલે મેષ રાશિમાં ગોચર કરશે અને 22 એપ્રિલ દેવગુરૂ બૃહસ્પતિ પણ આ રાશિમાં ગોચર કરવાના છે. સૂર્ય અને ગુરૂને વૈદિક જ્યોતિષમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત છે. સૂર્યને અન્ય પ્રમુખ ગુણોમાં આત્મ કહેવામાં આવે છે અને ગુરૂને દેવતાઓનો ગુરૂ માનવામાં આવે છે. સૂર્ય 14 એપ્રિલ સુધી મીન રાશિમાં રહેશે. આ બે મુખ્ય ગ્રહોની યુતિનો દરેક જાતકો પર પ્રભાવ પડશે.


Share this Article
TAGGED: , ,