આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. જી હાં, સોમવારે સવારે આલિયા ભટ્ટે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને પોતે ગર્ભવતી હોવાનો ખુલાસો કર્યો છે. આ તસવીરમાં આલિયા રણબીર સાથે હોસ્પિટલના બેડ પર પડેલી જોવા મળી રહી છે. લવબર્ડ્સ સ્ક્રીન પર જોઈ રહ્યા છે, જ્યાં દિલ દોરેલું છે. ફોટો શેર કરતા અભિનેત્રીએ લખ્યું, “અમારું બાળક… જલ્દી આવી રહ્યું છે.”
સોનોગ્રાફી તસવીરની સાથે અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક અન્ય ફોટો શેર કર્યો છે, જેમાં સિંહ અને સિંહણ તેમના બચ્ચા સાથે જોવા મળી રહી છે. પ્રકૃતિ પ્રત્યેના પ્રેમને શેર કરતા, કપલે સ્પષ્ટ કર્યું છે કે બંને ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે.
જણાવી દઈએ કે રણબીર અને આલિયાએ આ વર્ષે 14 એપ્રિલે તેમના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. અને હવે બે મહિના પછી આલિયાએ પોતાની પ્રેગ્નન્સીના સમાચાર શેર કર્યા છે.