Gujarat News: સમાચાર સામે આવ્યા હતા કે મંગળવારે સવારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 130.98 મીટરે નોંધાઈ છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક 52,025 ક્યૂસેક થઇ છે. તો હવે આજે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે ફરી વરસાદને લઈ નવી આગાહી કરી છે અને લોકોને ખાસ એ જાણવા જેવું છે.
હવામાન વિભાગે મંગળવારે આપેલી વરસાદ અંગેની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ થઇ શકે છે પરંતુ ભારેથી અતિભારે વરસાદની આગાહી નથી. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 24 કલાક બાદ 18મી તારીખ સુધી રાજ્યનાં અનેક વિસ્તારોમા સારો વરસાદ થવાનું અનુમાન લગાવ્યુ છે. જો કે હવે જોવાનું એ રહ્યું કે કોણ સાચુ પડે છે.
હવામાન વિભાગ કહે છે કે પાંચ દિવસ ગુજરાતમાં વધારે વરસાદ થવાની કોઇ આગાહી નથી. એકાદ જગ્યાએ સામાન્ય વરસાદ થઇ શકે છે. હાલ ભારે વરસાદ થવાની કોઇ શક્યતા નથી. ગુજરાતમાં ગરમી અંગે તેમણે જણાવ્યુ હતુ કે, વરસાદ તો ઘણો ઓછો થશે પરંતુ ગુજરાતમાં તાપમાન વધશે. એકાદ ડિગ્રી તાપમાન વધી શકે છે.
જો ટ્રેન ઉભી ના રહી હોત તો…’, RPF જવાનનો સૌથી ડરામણો ખુલાસો, ફાયરિંગ કાંડની તપાસ કરનાર ટીમ ચોંકી ગઈ!
નૂહ અને ગુરુગ્રામ કાંડ પછી લગભગ 5,000 મુસ્લિમ વિક્રેતાઓએ શહેર છોડી દીધું, દંગા પછી જોરદાર ભયનો માહોલ
હાલ માછીમારો માટે પણ કોઈ વોર્નિંગ નથી. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યુ છે કે, ગુજરાતમાં 10 ઓગસ્ટ બાદ સતત આઠ દિવસ વરસાદ વિવિધ ભાગોમાં ઓળઘોળ થઈ વરસી શકે છે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતુ કે, 10થી 18 ઓગસ્ટનો રાઉન્ડ પુરો નહીં થાય ત્યાં સુધીમાં વધુ એક પ્રચંડ રાઉન્ડની તૈયારી મેઘરાજા કરી લેવાના છે. ત્યારે જોવાનું એ રહ્યું કે વરસાદ આવશે કે કેમ?