Gujarat Weather Update: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી ઠંડીનો પારો ગગડ્યો છે. લોકોને હવે ધીમે ધીમે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. ત્યારે હવે આજે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, 7 ફેબ્રુઆરીથી રાજ્યમાં ફરીથી ઠંડીનું જોર વધશે. તેમજ ઉત્તર ગુજરાતનાં અમુક ભાગોમાં તાપમાન 12 ડિગ્રીએ પહોંચશે. તેમજ વહેલી સવારે ઠંડીનો અનુભવ કરી શકશો. તેમજ તા. 19 થી 22 ફેબ્રુઆરીએ સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. જેથી લોકો બેવડી ઋતુનો અનુભવ કરી શકશે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 5 ફેબ્રુઆરી સુધી વેસ્ટર્ન ડિસ્ટબન્સ સક્રિય રહેશે. તેમજ રાજસ્થાનના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. તેમજ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
પરેશ ગોસ્વામીની આગાહી
સાથે સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું હતું કે, ઉત્તર ભારતથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે પવનની દિશામાં ફેરફાર થતા ફેબ્રુઆરીએ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ તથા કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સામાન્ય ઝાપટા પડવાની થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત દ્વારા માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતોનો જીવ પડીકે બંધાઈ જવા પામ્યો હતો.
તેમજ પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, માવઠું સમગ્ર રાજ્યમાં નહી પડે. તેમજ મહત્તમ તાપમાન ઊંચું આવશે. હવે શિયાળો પૂર્ણ થઈ ગયો છે અને ઉનાળાની શરૂઆત થશે. પરંતું તા. 5 અને 6 દરમ્યાન પવનની દિશા બદલાતા તાપમાન નીચું આવવાની સંભાવનાઓ છે. તો કેટલીક જગ્યાએ લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી કરવા પણ નીચું રહેવાની શક્યતાઓ છે. 5 ફેબ્રુઆરીથી તા. 12 ફેબ્રુઆરી સુધી શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે.
શંકર મહાદેવન-ઝાકિર હુસૈને ગ્રેમી એવોર્ડ જીત્યો, બેન્ડ શક્તિ ‘શ્રેષ્ઠ વૈશ્વિક સંગીત આલ્બમ’ બની
ચંપાઈ સોરેન સરકારનો આજે ફ્લોર ટેસ્ટ, સવારે 11 વાગે સાબિત કરશે બહુમત, હેમંત સોરેન પણ હાજર રહેશે
તેમજ ગુજરાતનાં અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં વરસાદી માહોલ છવાઈ શકે છે.