બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ તબાહી મચાવશે… અંબાલાલે કરી ઘાતક આગાહી

Lok Patrika
By Lok Patrika
Share this Article

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી વિશે વાત કરતાં જણાવ્યું કે હાલ તો ગુજરાતમાં ભાદરવાના તડકો પડી રહ્યો છે. પરંતુ આગામી દિવસોમાં ફરી સિસ્ટમ સક્રિય થશે અને વરસાદી માહોલ બનશે. દક્ષિણ ચીનમાં બનતા વાવાઝોડાના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા સિસ્ટમ સક્રિય થશે. હજુ વરસાદ ગયો નથી. 22 સપ્ટેમ્બર સુધીમાં ભિન્ન ભિન્ન ભાગોમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે

અંબાલાલે વાત કરી કે ઓરિસ્સાના ભાગોમાં મધ્ય પ્રદેશના ભાગોમાં થઈને ગુજરાતમાં આવશે. અને અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. જેના કારણે ગુજરાતમાં વાતાવરણ પલટો આવશે અને વરસાદી માહોલ બનશે. 25 સપ્ટેમ્બરથી હવામાનમાં પલટો આવે અને 27 થી 30 સપ્ટેમ્બરના રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. મધ્ય ગુજરાત, વડોદરા, આણંદ, ખેડા અને અમદાવાદના ભાગોમાં પણ વરસાદ પડવાની શક્યતા રહે. પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થશે.

નવી આગાહીમાં એવી પણ શક્યતાઓ બતાવવામાં આવી કે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. જેમાં સાબરકાંઠા અને બનાસકાંઠાના ભાગોમાં વરસાદની શક્યતા રહે. કોઈ ભાગોમાં ઓછા વરસાદથી 2 થી 4 ઇંચ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહે. આ સાથે જ નર્મદા નદીની જળ સપાટી વધી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 8 થી 10 ઇંચ વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.

ટ્રાફિક કોન્સ્ટેબલને તમારા વાહનની ચાવી કે ટાયરમાંથી હવા કાઢવાનો કોઈ જ અધિકાર નથી, જાણો શું કહે છે નિયમો?

જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?

‘તે કોલસો છે…’, સચિન તેંડુલકરના પુત્ર હવે યુવરાજ સિંહના પિતાના નિશાના પર, જાણો કેવા કેવા શબ્દો કહ્યાં?

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વરસાદે હાલ વિરામ લીધો છે. કોઈ કોઈ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. બીજી બાજુ ભાદરવાના તાપને કારણે તાપમાનનો પારો પણ ઊંચે જઈ રહ્યો છે. ચોમાસુ વિદાય તરફ છે તેમ છતાં પણ સપ્ટેમ્બરના અંતમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે.


Share this Article
TAGGED:
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly