Gujarat News: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરીથી વરસાદની આગાહી કરી છે અને ખેડૂતોમાં ફફડાટ મચી ગયો છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા સાથે અંબાલાલે કહ્યું કે ભેજ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો અને દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં આવવાની પુરી શક્યતા છે. આ બધા ઉલટફેરના કારણે પશ્ચિમ વેસ્ટર્ન ડિસ્ટર્બનસમાં બંગાળના ઉપસગરના ભેજમાં ભળી જશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 14થી 18 ડિસેમ્બરના રોજ 4 દિવસ કમોસમી વરસાદ ખાબકી શકે છે.
અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં ઉત્તર ભારતના ભાગો, મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદની શકયતાની વાત કરી છે. તો વળી 25 ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ફરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે. જેના કારણે ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવતા મેઘરાજા તૂટી પડશે. ત્યારે ગાત્રો થીજવતી ઠંડીની પણ શક્યતા દર્શાવવામાં આવી છે. ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનવાની વાત અંબાલાલે કરી છે.
અંબાલાલે એક મોટી આગાહી પણ કરી કે આ બધાની સાથે ફરીવાર વાવાઝોડું આવાની શક્યતા છે. વાવાઝોડું લો પ્રેસર બની શકે છે. અલ નિનો ના કારણે સિસ્ટમ સક્રિય થઇ શકે છે. નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના કારણે આ વખતે ઠંડી ઓછી પડી છે.
ભૂપત ભાયાણી APPને અલવિદા કહીને કરશે કેસરિયા! લોકસભા પહેલા ગુજરાતમાં મોટી હલચલનો તખ્તો ઘડાયો!!
56 કરોડ જાનૈયા સાથે નીકળી ભગવાનની લગ્નની જાન, ધામધૂમથી પ્રસંગ ઉજવાયો! ઠેર-ઠેર લોકોએ કર્યું સ્વાગત
દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમ વર્ષા થતી નથી. જેના કારણે ઠંડા પવન આવતા નથી. હવે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ઠંડી વધુ અનુભવાશે. અંબાલાલની આગાહી બાદ ખેડૂતો પણ એ રીતે તૈયારીમાં લાગી ગયા છે. લગ્નની સિઝન તો હવે એક મહિનો બંધ રહેશે એટલે એ ચિંતા તો નથી.