હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અવાર નવાર આગાહી કરતા રહે છે અને હવે આગાહી કરતાં તેમણે કહ્યું હતું કે, આ વર્ષે વિધિવત ચોમાસુ 17 જુનથી બેસશે. તેમણે કહ્યું કે, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ભારતમાં ચોમાસાની શરૂઆત થશે. અંબાલાલ પટેલે કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં ચોમાસુ પવન અને વંટોળ સાથે બેસવાની શક્યતા છે.
એપ્રિલ અને મેં મહિનામાં હિટવેવ-ગરમી અને વરસાદ રહેશે. આ સાથે ગરમીના કારણે ખેડૂતોને પિયત વ્યવસ્થા કરવાની નોબત આવી શકે. આ સાથે કેરી, વરિયાળી, કપાસ જેવા પકોને આવનાર દિવસોમાં નુકશાન થઈ શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે, કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા છે. આ સાથે બાગાયતી પાકોમાં કેરી પાકને મોટું નુકસાન થવાની પણ શક્યતા વ્યક્ત કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગળ વાત કરતાં એપ્રિલ મહિનામાં હિટવેવ, ગરમી અને વરસાદની આગાહી કરી છે. આ સાથે 10થી 15 એપ્રિલ દરમિયાન કરા સાથે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે સાબરકાંઠા, બનાસકાંઠા, વડોદરા, આણંદ,મહીસાગર અને પંચમહાલમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે ઉત્તર સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના દરિયા કિનારામાં વરસાદ થઈ શકે એવી આગાહી પણ કરી છે.
ગે રિલેશનશિપ વિશે RSS નેતાએ નિવેદન આપતા ચારેકોર ભડકો થયો, કહ્યું- રાક્ષસો કરતા હત આવું…
ગુજરાત પર ભગવાન બરાબરના નારાજ, ફરી એકવાર કમોસમી વરસાદની ઘાતક આગાહી, આ વિસ્તારમાં પુર આવે એવો ખાબકશે
એપ્રિલ મહિનામાં હિટવેવની આગાહી કરતાં અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, એપ્રિલથી ગરમીમાં વધારો થશે. આ સાથે ઉમેર્યું હતું કે, 20 એપ્રિલ બાદ રાજ્યમાં 45 ડિગ્રી તાપમાન નોંધાવાની શક્યતા છે. આ સાથે કહ્યું હતું કે, ઉનાળામાં વિષમ તાપમાન વર્તાશે. 10 થી 16 એપ્રિલે ભારે પવન સાથે વરસાદની આગાહી પણ કરી છે. આ સાથે કહ્યું કે, ભારે પવન સાથે વરસાદ અને ગરમીનો પણ લોકોને અનુભવ થશે.