હિમ વર્ષા તો ક્યાંક કોલ્ડ વેવ… અંબાલાલ પટેલની ખતરનાક આગાહી, હવામાનમાં ધરમૂળ ફેરફાર, જાણો ક્યારે શું થશે?

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat Weather Update: હાલ ગુજરાતમાં એક સાથે ત્રણ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડી, ગરમી અને વરસાદ… હવે વળી પાછી ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં હવામાન વિશે ખતરનાક આગાહી કરી છે, તેમના જણાવ્યાં મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેના કારણે દેશના ઉત્તર ભાગોમાં હિમ વર્ષા થશે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે 31 જાન્યુઆરી સુધીમાં વાદળો આવશે અને તેના કારણે ઠંડીમાં ઘટાડો થશે.

જો કે જોકે, 31 સુધીમાં તો ઠંડી ગાયબ થતી હોય તેવુ લાગશે. માત્ર ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી જેવી અસર જોવા મળી શકે છે. અંબાલાલે આ સાથે ગાભા કાઢી નાખે તેવી ઠંડી અને માવઠાની પણ આગાહી કરી છે. આમ તો ગુજરાતમાં હાલ ડબલ ઋતુ અનુભવાઈ રહી છે. સાંજ પછી ઠંડી અને દિવસે ગરમી. તમને જણાવી દઈએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તાપમાન ઉચકાશે. 24 કલાક બાદ 2 ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો થશે.

તમને જણાવી દઈએ કે આ વાતાવરણ હવે લોકો માટે બીમારનું કારણ બની શકે છે. આવામાં હવામાન વિભાગની આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં તાપમાનમાં વધારો થયો છે. લોકોને કડકડતી ઠંડીથી આંશિક રાહત મળી છે. ગુજરાતનું આગામી હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગે આગાહી કરી છે.

અંબાલાલ પટેલે કહ્યું કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાની શક્યતા છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા ન થતા સંતુલિત હવામાન ન રહ્યું. તેથી ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે.

આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી સંસદનું બજેટ સત્ર શરૂ, સસ્પેન્ડેડ સાંસદો પણ આપશે હાજરી, જાણો શું હશે એજન્ડા?

જાન્યુઆરીના છેલ્લા દિવસે આ 3 રાશિના લોકો માટે દિવસ રહેશે શુભ, ઈચ્છિત પ્રેમ મળવાની શક્યતાઓ, વાંચો તમારું આજનું રાશિફળ

જૂનાગઢમાં 5 મહિલાઓની સીઝેરિયન બાદ 5 મહિલાઓની કિડની ફેલ, 2નું કરૂણ મૃત્યુ, ટ્રસ્ટ સંચાલિત હેલ્થ પ્લસ હોસ્પિટલ વિવાદમાં

કેટલાક ભાગોમાં ન્યુન્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે. આ સમયે ખેડૂતોએ પીયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી. તેમણે એમ પણ ક્હ્યું કે ફેબ્રુઆરીમાં જે ઠંડી પડશે તે ભૂક્કા કાઢે તેવી હશે. આ સાથે તેમણે ફેબ્રુઆરી અને માર્ચમાં માવઠાની પણ આગાહી કરી છે.


Share this Article