ખેડૂતો મુકાયા ચિંતામાં… ઠંડી-ગરમી-વરસાદ વચ્ચે અંબાલાલ પટેલની નવી આગાહી, સૌરાષ્ટ્રમાં ઝાકળ વર્ષા, હિમ વર્ષાની શક્યતા!

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat Weather Update: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી માવઠું પડવાની ખતરનાક આગાહી કરી છે. આજથી 30 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની આગાહી આવી છે. આ દિવસોમાં કચ્છ, સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાતમાં માવઠું પડી શકે છે.

ફ્રેબુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં મોટો ફેરફાર થશે. તો ગુજરાતમાં ઠંડીની વાત કરીએ તો, 8.9 ડિગ્રી સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. કચ્છના નલિયામાં 10.4 ડિગ્રી તાપમાન છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં 15 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે.

હાલ પવનની ગતિ સામાન્ય છે. પવનની ગતિમાં હાલ કોઇ વધારો થવાનો નથી. હાલ પવન અંગેની કોઇ ચેતવણી આપવામાં નથી. 29 જાન્યુઆરીથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે. 29થી સાત ફેબ્રુઆરી સુધીમાં મિડિયમ ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે. આ ગાત્રો થીજવતી ઠંડી નહીં હોય પરંતુ અત્યારે જે ઠંડી છે તેનાથી બેથી ત્રણ ડિગ્રી વધારે ઠંડી હોય શકે છે.

અંબાલાલ પટેલે મુખ્યત્ત્વે ગુજરાતમાં ફરીથી માવઠું પડવાની અંબાલાલની આગાહી છે. 27 થી 30 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની શક્યતા છે. આ દિવસોમાં કચ્છ, સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. ફેબુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં મોટો ફેરફાર થશે.

સૌરાષ્ટ્રમાં ઝાકળ વર્ષા થાય તેવી આગાહી

સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ, જૂનાગઢ અને અમરેલીના વિસ્તારોમાં પણ વધારે પ્રમાણમાં ઝાકળ વર્ષા જોવા મળશે. 29 તારીખથી લઇને પહેલી ફેબ્રુઆરી સુધી ભારે ઝાકળ વર્ષા થાય તેવી આગાહી કરી છે. વહેલી સવારે વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી શકે છે.

દક્ષિણ ગુજરાતના કેટલાક દરિયાકાંઠાના ભાગો અને નદી કાંઠાના વિસ્તારોમાં પહેલી ફેબ્રુઆરી સુધીમાં ઝાકળ જોવા મળશે. આ સાથે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત અને તેમા પણ ખાસ કરીને કચ્છના કેટલાક વિસ્તારોમાં ઝાકળ વર્ષા થઇ શકે છે.

ફેબ્રુઆરીની શરૂઆતમાં હિમ વર્ષાની શક્યતા

ફિલ્મફેર એવોર્ડ 2024માં બોલિવુડ સ્ટાર માટે વિશેષ ભોજનની તૈયારી, ગુજરાતી વ્યંજનનો સ્વાદ માણશે સુપર સ્ટાર્સ, જાણો સ્વાદિષ્ટ મેનુ

મુખ્યમંત્રીનો આગવા અંદાજ… ભૂપેન્દ્ર પટેલે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી 20 ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો કરાવ્યો પ્રારંભ

આ છે નાણામંત્રી નિર્મલા સીતારમણની ખાસ ટીમ! બજેટ 2024ની સંપૂર્ણ જવાબદારી લીધી ખભા પર, વાંચો અહેવાલ

ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાની શક્યતા છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા ન થતા સંતુલિત હવામાન ન રહ્યું. તેથી ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે.


Share this Article