હવામાન વિભાગની આગાહી બાદ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે ખૂબ જ ડરામણી આગાહી કરી છે. પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી 36 કલાક ભારે વરસાદની સંભાવના છે. આગામી 36 કલાક પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે.
અંબાલાલે વિસ્તારથી વાત કરી કે આ સમયગાળા દરમિયાન સિદ્ધપુર, વડનગર સહિત આખા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. તો પૂર્વ ગુજરાતમાં દાહોદ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબકે એવી શક્યતા જોવાઈ રહી છે. આગામી 8થી 12 જુલાઈ વચ્ચે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસશે.
ઈંચ પ્રમાણે વરસાદની વાત કરતાં અંબાલાલે કહ્યું કે જૂનાગઢ, વેરાવળ સહિતના વિસ્તારમાં હજુ 5 ઈંચથી વધુ વરસાદ નોંધાશે. કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદના કારણે બનાસકાંઠાની નદીઓમાં પૂર આવશે. આ સાથે નર્મદા, તાપી, રૂપેણ નદીમાં પૂરની આશંકા છે.
હવામાન વિભાગની નવી ઘાતક આગાહી, 8 રાજ્યોમાં મેઘો રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી
ક્યારે વરસાદથી રાહત મળશે એવું પૂછ્યું ત્યારે અંબાલાલે વાત કરી કે 11 જુલાઈ બાદ વરસાદમાં રાહત મળશે. પરંતુ તેના ચાર દિવસ બાદ એટલે કે 15 જુલાઈ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થશે. જે લગભગ 20 જુલાઈ સુધી રાજ્યભરમાં એકધારો વરસાદ રહેશે. 24 થી 28 જુલાઈ દરમિયાન ફરી મેઘો આખા ગુજરાતને ઘમરોળશે એવી શક્યતા પણ અંબાલાલે વ્યક્ત કરી છે.