કેટલાક દિવસો પહેલાં હવામાન વિભાગે કમોસમી વરસાદ અને આકરા તાપની આગાહી કરી હતી. જે તે સમયે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 09 અને 10 એપ્રિલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો વધશે. ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે જેથી લોકોમાં અને ધરતીપુત્રોમાં હાહાકાર મચી ગયો છે. આ વખતે અંબાલાલ પટેલે વરસાદની સાથે ગરમીનું જોર વધવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે ત્યારે આવો જાણીએ હવે શું છે નવી આગાહી.
અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી કે, ગુજરાતમાં 12થી 19 એપ્રિલ વચ્ચે હવામાનમાં પલટો આવશે. વાતાવરણ વરસાદી થશે. આ દરમિાયન સૌરાષ્ટ્ર અને કચ્છના હવામાનમાં પલટો આવશે. 12થી 15 એપ્રિલ દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની પણ શક્યતાઓ વિશે વાત કરી છે. ખાસ કરીને ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થશે. 23થી 28 એપ્રિલે પવન-આંધી સાથે રાજ્યના વિવિધ ભાગમાં વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે.
અંબાલાલે એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી આસપાસ રહેશે એવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના બનાસકાંઠા, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ઝાપટાં પડવાની શક્યતા છે. આ પહેલાં હવામાન વિભાગની આગાહી કરી હતી ત્યારે જગતના તાતની ચિંતાનો કોઈ પાર રહ્યો ન હતો. ખેડૂતો હજી માવઠાના નુકસાનમાંથી બેઠા નથી થયા ત્યારે વારંવાર આવતા માવઠાથી ખેડૂતોની માઠી દશા થઈ છે.
માર્ચના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં વરસાદ પડ્યા બાદ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ હવે તાપમાનમાં ધીમે ધીમે વધારો થવા લાગ્યો છે અને દેશમાં ગરમીએ પોતાનું વલણ બતાવવાનું શરૂ કર્યું છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (મૌસમ વિભાગ) એ ગરમીને લઈને એલર્ટ (IMD એલર્ટ) જારી કર્યું છે અને કહ્યું છે કે આગામી 3 થી 5 દિવસમાં ગરમી મુશ્કેલીમાં વધારો કરશે. IMDએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં ઘણા રાજ્યોમાં તાપમાન 3 થી 5 ડિગ્રી સુધી વધી શકે છે.
શું અમૂલ ફરીથી દૂધના ભાવમાં તોતિંગ વધારો ઝીંકશે? જાણો GCMMFના મેનેજિંગ ડાયરેક્ટરે શું જવાબ આપ્યો
ભારતીય હવામાન વિભાગ (મૌસમ વિભાગ) એ ઉત્તર ભારતમાં તાપમાનમાં વધારાને લઈને એલર્ટ જાહેર કર્યું છે, જો કે તેણે એ પણ જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન હીટવેવની કોઈ શક્યતા નથી. આ સાથે હવામાન વિભાગ (IMD)એ દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.