ગુજરાતીઓ સાવધાન જ રહેજો, મેઘરાજા હજુ ખમૈયા નથી કરવાના, અંબાલાલ પટેલે ફરી કરી નવી ઘાતક આગાહી

Lok Patrika
By Lok Patrika
Share this Article

Gujarat News: અંબાલાલ પટેલે વરસાની આગાહી કરતાં જણાવ્યા અનુસાર, 19 અને 20 સપ્ટેમ્બર રાજ્યમાં વરસાદ રહેશે. આ દરમિયાન દક્ષિણ રાજસ્થાનના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ 2 દિવસમાં એટલે કે 19 અને 20મી સપ્ટેમ્બરે 20થી 30 સેમી વરસાદ થઈ શકે છે. ભારે વરસાદના કારણે દક્ષિણ રાજસ્થાનની નદીઓમાં પૂરની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન બનાંસકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.

ગતરોજ વરસાદને લઈને આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 18-19 સપ્ટેમ્બરે બનાસકાંઠામાં પડશે અતિભારે વરસાદ પડશે. ભારે વરસાદને પગલે બનાસકાંઠાની નદીઓમાં પૂરની સ્થિતી સર્જાશે. જળાશયોમાં વરસાદના કારણે જળ તાંડવની શક્યતા રહેશે. બનાસકાંઠા ઉપરાંત કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે.

આજે ગણેશ ચતુર્થીમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, ગુજરાતના આટલા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીથી તબાહી

છૂપાવવા છતાં કલોક ભાજપનો ઉકળાટ બહાર આવી ગયો, ધડાધડ 9 કોર્પોરેટરના રાજીનામાં, સામે આવ્યું વિવાદનું મોટું કારણ

નવી સંસદ ભવન કાર્યરત થતાં જ અનેક સવાલનો ખડકલો, તો હવે જૂની સંસદનું શું થશે? સરકારે આપ્યો કંઇક આવો અટપટો જવાબ

19 અને 20 તારીખમાં થરાદ, વાવ, કાંકરેજ, રાધનપુર, સાંતલપુર, સુઈગામમાં ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદના કારણે ધરોઈ ડેમની જળ સપાટીમાં વધારો થશે. આ ઉપરાંત સાબરમતી નદીનું જળસ્તર પણ વધી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, બે દિવસ દરમિયાન કચ્છના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જામનગરના પોરબંદર, દ્વારકાના ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે.

 


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly