અખાત્રીજનાં પવન પરથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ( Gujarat Rain Forecast Ambalal Patel) દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. તેમણે જણાવતા કહ્યું છે કે, આ વખતે ચોમાસું વહેલું આવી શકે છે. તેમજ આગામી 27 એપ્રિલથી 3 મે સુધી ફરી કમોસમી વરસાદ ખાબકી શકે છે. પવન સાથે કમોસમી વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ 25 મે અને 10 જૂન દરમિયાન અરબ સાગરમાં સાયક્લોનિક એક્ટિવ(Cyclonic active) થશે. જેનાથી દક્ષિણ ભારત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ(Unseasonal rain) ખાબકશે.
મહત્વનું છે કે, ગુજરાત રાજ્યમાં માર્ચ અને એપ્રિલની શરૂઆતમાં કમોસમી વરસાદ વરસ્યા પછી એપ્રિલ મહિનાના મધ્યમા રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. ત્યારબાદ હમણાં બે દિવસ અગાઉ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો.
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ સહિત અન્ય વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. આગામી સમયમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવે તેવી સંભવાનાઓ દેખાઈ રહી છે. તો સાથે સાથે હવે હવામાન વિભાગ દ્વારા ગુજરાત ગરમી અને કમોસમી વરસાદને લઈને પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ઈદ પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, સોનાની જ્વેલરી ખરીદશો તો થશે આટલો ફાયદો, જાણો તમારા ફાયદાની વાત
ત્યારે હવે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મગફળી, તલ જેવા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરી છે.