હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, સમુદ્ર કાંઠે તાપમાન ઊંચું રહેવાના કારણે હલચલ રહેવાની શક્યતા છે. સામાન્ય રીતે ચોમાસામાં દરિયામાં હલચલ જોવા મળતી હોય છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, 10 થી 12 જુલાઈના દરિયામાં ભારે પવન ફૂંકાશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.
ગુજરાતમાં આગાહીને પગલે છેલ્લા ઘણા દિવસોથી અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત, હજુ પણ ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જણાવી દઈએ કે, ગુજરાત નજીક ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય છે, જેની અસરના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 3 દિવસ કેવું વાતાવરણ રહેવાનું છે તે અંગે આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, સમુદ્ર કાંઠે તાપમાન ઊંચું રહેવાના કારણે હલચલ રહેવાની શક્યતા છે. સામાન્ય રીતે ચોમાસામાં દરિયામાં હલચલ જોવા મળતી હોય છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, 10 થી 12 જુલાઈના દરિયામાં ભારે પવન ફૂંકાશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. 10 થી 12 જુલાઈમાં વાતાવરણ વિશિષ્ટ રહેશે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ છે કે, ચોમાસાની પેટર્નમાં વિષુવૃત પરથી સમયવાહી પ્રવાહ આવતો હોય છે અને તે સમયવાહી પ્રવાહ શ્રીલંકા થઈને કરેળ કાંઠે આવતો હોય છે અને પશ્ચિમ ઘાટ પહોંચે છે. આફ્રિકામાંથી તે વળાંક લે છે પરંતુ આ વર્ષે નિયમિત ચોમાસાની પેટર્ન જોવા મળી રહી નથી.
બિપોરજોય વાવાઝોડું આવ્યા બાદ ભિન્ન ભિન્ન ભાગોમાં લો પ્રેશર બની રહ્યા છે. પાકિસ્તાન અને રાજસ્થાનમાં હવાનું હળવું દબાણ રહેતુ હોય છે, તેવુ દબાણ ગુજરાતમાં રહેવા લાગ્યું છે. બંગાળના ઉપસાગરમાં 1002 મિલિબાર દબાણ રહેશે. ગુજરાતમાં હવાનું હળવું દબાણ 1001 થી 1003 મિલિબાર દબાણ રહેવુ જોઈએ. જોકે, આ ચોમાસું વિશિષ્ટ પ્રકારનું છે.
ગુજરાત સહિત આટલા રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ફેરફાર, જલદી જાણી લો નવી કિંમત્ત
ભારતના આ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ, રાજ્યની તમામ શાળાઓ 13 જુલાઈ સુધી બંધ, જ્યા જુઓ ત્યાં તબાહી
ઓગસ્ટમાં અલ નીનોની આવવાની શક્યતા છે. પરંતુ નિષ્ણાતોનું અનુમાન છે કે, અલનીનો હોવા છતા હિંદ મહાસાગરનું હવામાન સાનુકુળ રહેશે. જેના કારણે ગુજરાતમાં અનરાધાર વરસાદ થવાની શક્યતા છે. આજે ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં મેઘ મહેર રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મોડી રાત્રે મધ્ય તથા ઉત્તર ગુજરાતના ઘણાં ભાગોમાં વરસાદ તૂટી પડવાની ઘટના બની છે. આજે પણ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ તથા ગાંધીનગરમાં પણ વરસાદના કેટલાક સ્પેલ ધમાકેદાર થવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા રવિવારે વ્યક્ત કરવામાં આવી હતી.