Ahmedabad: અમદાવાદમાં AMCનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. AMCનું 2023-24નું રૂ.9482 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. રૂ.1082 કરોડના વધારા સાથે આ વખતે બજેટ રજૂ કરાતા અમદાવાદીઓમાં ખુશી છવાઈ ગઈ છે. આ વખતેનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે રજૂ કર્યું છે. ખાસ વાત કરવામાં આવે તો અમદાવાદવાસીઓને પ્રોપર્ટી ટેક્સમાં મોટી રાહત આપવામાં આવી છે.
વિગતે વાત કરીએ તો મિલકત વેરામા નવી જંત્રીનો અમલ 3 વર્ષ સુધી નહી કરવામાં આવે. 3 વર્ષ જૂની જંત્રી મુજબ મિલકત વેરો જ લેવામાં આવશે. એડવાન્સ ટેક્સ ભરનારને 13 ટકા રિબેટ પણ અપાશે. વાહન વેરાના દર યથાવત રખાયા હોવાથી લોકોમાં એક હાશકારો જોવા મળ્યો હતો. સાથે જ ઓલિમ્પિક માટે સ્ટેડિયમનું નવીનીકરણ થશે અને સ્ટેડિયમના નવીનીકરણ માટે રૂ.25 કરોડની જોગવાઈ પણ ફાળવવામાં આવી છે.
વરસાદી પાણીના નિકાલ માટે અદ્યતન ટેક્નોલોજીના વિકાસ પર પણ એએમસીએ આ વખતે ધ્યાન આપ્યું છે. અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ માટે રૂ.250 કરોડ ફાળવામાં આવ્યા છે. આ સાથે જ જો બીજી વાત કરીએ તો અમદાવાદ હવે સ્વચ્છતાને લઈ AMC એક્શનમાં આવ્યું છે.
રસ્તા પર ગંદકી નાખવા બદલ રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવી છે. સિંધુ ભવન રોડ પરની કાફે ડી ઇટાલિયો સિલ કરી દીધી. કાફેનો કિચન વેસ્ટ રોડ પર નાખવા બદલ કાર્યવાહી કરી હોવાનું કહેવામાં આવ્યું છે.