અટલ-અડવાણીએ મજબૂત પાયો નાખ્યો, મોદીએ તેને ધાર્યા બહારની ઉંચાઈએ પહોંચાડી; સ્થાપના દિવસે જાણો ભાજપનો આખો ઈતિહાસ

Lok Patrika Desk
By Lok Patrika Desk
bjp
Share this Article

ભાજપની રચના બાદ 1984માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. જો કે આ ચૂંટણીમાં ભાજપનો નિરાશાજનક દેખાવ રહ્યો હતો. માત્ર બે સાંસદો ચૂંટની ગૃહમાં પહોંચ્યા હતા. આમ છતાં ભાજપના નેતાઓએ પાછું વળીને જોયું નથી.

ભાજપની આજે એટલે કે 6 એપ્રિલે તેનો 43મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ દિવસે 1980માં ભગવા પાર્ટીની રચના થઈ હતી. ત્યાર પછી ભાજપ ઘણું આગળ વધ્યું છે. એક સમયે આ પાર્ટીના માત્ર બે જ સાંસદો ચૂંટાઈને લોકસભામાં પહોંચ્યા હતા. આજે તે પોતાના દમ પર સતત બે ટર્મ માટે સરકાર બનાવી રહી છે. ભારતમાં સૌથી વધુ સાંસદો, ધારાસભ્યો અને વિધાન પરિષદના સભ્યો સાથે તે આજે વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના હેડક્વાર્ટરમાં પાર્ટીવા અધિકારીઓ અને કર્મચારીઓ માટે બનેલા આવાસનું ઉદ્ઘાટન કરતા કહ્યું હતું કે, ભાજપે માત્ર બે લોકસભા સીટથી તેની યાત્રા શરૂ કરી હતી. 2019માં લોકસભા ચૂંટણીમાં તે 303 સીટો પર પહોંચી હતી. ઘણા રાજ્યોમાં અમને 50 ટકાથી વધુ મત મળ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે આજે ભાજપ ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી અખિલ ભારતીય પક્ષ બની ગયો છે.

bjp

ભાજરપનો ઈતિહાસ

6ઠ્ઠી એપ્રિલ, 1980ના રોજ સત્તાવાર રીતે ભાજપની રચના થઈ હતી. અગાઉ તે ભારતીય જનસંઘ તરીકે ઓળખાતું હતુ. 1951માં શ્યામા પ્રસાદ મુખર્જીએ જવાહરલાલ નેહરૂની કોંગ્રેસ સાથેના સંબંધો તોડી નાખ્યા બાદ તેની રચના કરી હતી. જનસંઘનું સૂત્ર હિન્દુ ઓળખ અને સંસ્કૃતિનું જતન હતું. જનસંઘની રચના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે મળીને કરવામાં આવી હતી.

1952ની લોકસભાની ચૂંટણીમાં જનસંઘને માત્ર ત્રણ જ બેઠકો મળી શકી હતી. જો કે, જનસંઘને 1975માં ભારતના વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટી પછી સફળતા મળી. ઈમરજન્સીનો વિરોધ કરવા બદલ પાર્ટીના કેટલાક નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. દેશમાંથી કટોકટી હટાવ્યા પછી, જનસંઘે અન્ય કેટલાક નાના પ્રાદેશિક પક્ષો સાથે મળીને જનતા પાર્ટીની રચના કરી. જનતા પાર્ટીએ 1977માં સરકાર બનાવી અને મોરારજી દેસાઈ દેશના વડાપ્રધાન બન્યા.

bjp

જનતા પાર્ટીથી અલગ થઈને ભાજપની રચના

આંતરકલહને કારણે 1980માં મોરારજી દેસાઈને રાજીનામું આપવાની ફરજ પડી હતી. આ પછી 1980માં જનતા પાર્ટીનું વિસર્જન થયું. જનતા પાર્ટીનો કોઈપણ સભ્ય RSSની પૃષ્ઠભૂમિનો નહીં હોય તેવું ફરમાવ બહાર પાડવામાં આવ્યું હતું. અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી આનાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ પછી બંને નેતાઓએ મળીને ભારતીય જનતા પાર્ટીની રચના કરી અને અટલ બિહારી વાજપેયી તેના પ્રથમ અધ્યક્ષ બન્યા.

1984ની ચૂંટણીમાં માત્ર 2 સાંસદો જ જીત્યા હતા
ભાજપની રચના પછી 1984માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. જો કે આ ચૂંટણીમાં ભાજપનો નિરાશાજનક દેખાવ રહ્યો હતો. માત્ર બે સાંસદો ચૂંટીને ગૃહમાં પહોંચ્યા હતા. આમ છતાં ભાજપના નેતાઓએ પાછું વળીને જોયું નથી. 1990ના દાયકામાં ભાજપે પ્રગતિના પંથે પગ મૂક્યો હતો. રામ મંદિર આંદોલનથી ભગવા પાર્ટીનો ગ્રાફ ઉપર ચઢવા લાગ્યો હતો.

bjp

અટલ બિહારી પ્રથમ ભગવા પહેરેલા વડાપ્રધાન બન્યા

1996માં, અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળ, ભાજપ 161 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી. વાજપેયી વડાપ્રધાન બન્યા, પરંતુ તેમની બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ ગયા અને સરકાર માત્ર 13 દિવસ પછી જ ગઈ. આ પછી 1988માં ભાજપે 182 સીટો જીતી અને વાજપેયી ફરી વડાપ્રધાન બન્યા. જો કે, અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK)એ (NDA)ને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું અને વાજપેયીની સરકાર માત્ર 13 મહિના જ ચાલી.

bjp

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

તેને ઉંચાઈએ લઈ ગયા પછી, જ્યારે 1999માં લોકસભાની ચૂંટણી થઈ ત્યારે ભાજપનો વિજય થયો. અટલ બિહારી વાજપેયી આ વખતે પૂરા પાંચ વર્ષ માટે વડાપ્રધાન બન્યા હતા. જો કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે પ્રથમ વખત જંગી જીત મેળવી હતી.

સોના-ચાંદીના ભાવે ભૂક્કા કાઢી નાખ્યા, આજનો એક તોલાનો ભાવ સાંભળીને હાજા ગગડી જશે, ખરીદવામાં ખમી જાજો

મારું નામ સાંભળીને પણ તે કામ કેમ ના કર્યું?? એમ કહીને કોંગી ધારાસભ્યે બેન્કના પટ્ટાવાળાને ધડાધડ લાફા ઝીંકી દીધા

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર સામાન્ય લોકો ખુલ્લું મુકાયું, ટિકિટ એટલી સસ્તી કે સામાન્ય માણસ પણ પ્રવેશી શકે

આ જીતનો સિલસિલો 2019માં પણ અટક્યો ન હતો.
આ 9 વર્ષમાં ભાજપે પોતાનો વિસ્તાર કર્યો છે. અનેક રાજ્યોમાં ભાજપની સરકાર બવની. હિન્દી હાર્ટલેન્ડ પાર્ટી તરીકે ગણવામાં આવતા, ભાજપે કર્ણાટક અને આસામ, ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડના પૂર્વોત્તર રાજ્યોમાં પણ સરકારો રચી.


Share this Article