ICCની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023માં ઓસ્ટ્રેલિયાએ જીત પોતાને નામ કરી છે. જબરદસ્ત પ્રદર્શન સાથે ટોપ પર રહેલા ઓસ્ટ્રેલિયા અને બીજા નંબર પર રહેલી ભારતીય ટીમ વચ્ચે ફાઈનલ રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 209 રનથી હરાવ્યું છે. ટાઈટલ જીતવાની ટીમ ઇન્ડિયા અને કરોડો ભારતીય ચાહકોની અપેક્ષા પર ઓસ્ટ્રેલિયાએ પાણી ફેરવી દીધું છે.
ઓસ્ટ્રેલિયાએ 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો
ટેસ્ટ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત સારી રહી હતી. જોકે પાછળથી ધડાધડ વિકેટો જતા જીત ધૂંધળી બની હતી અને ઈન્ડિયા માત્ર 234ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. પરિણામે ઓસ્ટ્રેલિયાએ ફાઈનલ મેચ 209 રનથી જીતીને આઈસીસી ટ્રોફી પોતાને નામ કરી હતી.
સતત બીજી વખત ફાઈનલ મેચ હાર્યા અને સપનું ચકનાચૂર થતા હવે નિરાશા સાથે ટીમ ઈન્ડિયા ભારત પરત ફરશે.ઓસ્ટ્રેલિયાએ લંડનના ઓવલ મેદાન પર 270/8 પર તેનો બીજો દાવ ડિકલેર કર્યો અને ભારતને જીતવા માટે 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમ પ્રથમ દાવમાં 296 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ દાવમાં 469 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
પાંચમો દિવસ ભારત માટે ખરાબ
ભારતીય ખેલાડીઓ ધાર્યું પરિણામ આપી ન શક્યા હતા. શુભમન ગિલ અને રોહિત શર્માએ પ્રથમ વિકેટ માટે 41 રનનું યોગદાન આપ્યા બાદ શુભમન ગિલ 18 રન અને રોહિત શર્મા 43 રન બનાવી આઉટ થયા હતા. તો અને ચેતેશ્વર પૂજારા 27 સ્કોર પર આઉટ થયા હતા પાંચમા દિવસની શરૂઆત ભારત માટે ખરાબ રહી હતી.
આ પણ વાંચો
વાવાઝોડા બિપોરજોયે ફરી પોતાની દિશા બદલી, ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની બિપરજોય વાવાઝોડાને લઈ મોટી આગાહી, આ જીલ્લામાં પડશે અતિભારે વરસાદ
બન્ને ટીમના પ્લેઇંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયા: પેટ કમિન્સ (કેપ્ટન), ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટકીપર), નાથન લાયન, મિચેલ સ્ટાર્ક અને સ્કોટ બોલેન્ડ.