આખા ગુજરાત માટે જાણવા જેવી વાત: કોરોના પછી ધડાધડ કેમ વધ્યા હાર્ટ એટેકના કેસ? સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું મોટું કારણ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
mansukh mandaviya news
Share this Article

Gujarati News : ભૂતકાળમાં કોવિડ-19ના ચેપથી પીડાતા વ્યક્તિઓએ હૃદયરોગના હુમલાથી બચવા માટે એક કે બે વર્ષ સુધી વધુ પડતું કામ ન કરવું જોઇએ, એમ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ (Health Minister Mansukh Mandaviya)  ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસને ટાંકીને રવિવારે જણાવ્યું હતું.

 

 

તાજેતરમાં ગુજરાતમાં હૃદયને લગતી સમસ્યાઓને કારણે અનેક લોકોના મોત થયા છે, જેમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન ‘ગરબા’ રમતી વખતે બનેલી ઘટનાનો પણ સમાવેશ થાય છે. જેને પગલે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કાર્ડિયોલોજિસ્ટ સહિતના તબીબી નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી અને તેનું કારણ અને સારવાર મેળવવા મરણના આંકડા એકત્ર કરવા જણાવ્યું હતું.

 

 

BREAKING: ભારતમાં ફરીથી બે ટ્રેનો ધડાકાભેર સામસામે અથડાઈ, લાશોનો ઢગલો, મોતનો આકંડો વધે એવી શક્યતા

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અને કતારની ઘટનાથી રોકાણકારોમાં ફફડાટ, ભારતને 20,300 કરોડનું નુકસાન

શરમ જેવું કંઈ બચ્યું નથી…. મહિલાએ તેના જ દીકરા સાથે લગ્ન કરીને બે બાળકોને જન્મ આપ્યો, બાપની સામે બેડરૂમમાં…

 

 

સખત કસરતો, રેસ અને વર્કઆઉટ્સથી દૂર રહો

“આઈસીએમઆરએ વિગતવાર અભ્યાસ કર્યો છે. આ અભ્યાસ અનુસાર, જે લોકો ભૂતકાળમાં કોવિડ -19 ચેપથી ગંભીર રીતે સંક્રમિત થયા છે, તેઓએ વધુ મહેનત કરવી જોઈએ નહીં. તેઓએ (ભૂતકાળમાં ચેપ લાગ્યો હોય તેવા લોકોએ) હૃદયરોગના હુમલાથી બચવા માટે એક કે બે વર્ષ સુધી સખત કસરત, દોડવું અને વર્કઆઉટથી દૂર રહેવું જોઈએ, “તેમણે જણાવ્યું હતું.


Share this Article