શક્તિની ઉપાસનામાં રંગીલા રાજકોટમાં અશ્લીલ રંગ: પિતાએ જ દીકરીને શારીરિક અડપલા કરી મારી નાખવાની ધમકી આપી

Lok Patrika
By Lok Patrika
Share this Article

Rajkot News: ભારતમાં અને ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રેપના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે આજે રાજકોટમાંથી જ આવો એક સભ્ય સમાજને લાંછન કરે એવો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં 11 વર્ષીય સાવકી દીકરી સાથે 27 વર્ષીય બલદાઉ બરાર નામના પિતા દ્વારા શારીરિક અડપલા કરી હોવાનો આ મામલો હવે આખા રાજ્યમાં ચર્ચાઈ રહ્યો છે. હવે આ કિસ્સાને લઈ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાતા આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી છે.

આખા કિસ્સા વિશે વિગતે વાત કરીએ તો શનિવારના રોજ સવારના 10 વાગ્યાના અરસામાં કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવતા મચ્છુમાંના મંદિર પાસે સાવકા પિતા દ્વારા 11 વર્ષીય દીકરી સાથે ન કરવાનું કૃત્યુ કરીને નજર બગાડી હતી. ફરિયાદ અનુસાર શારીરિક અડપલા કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બગદલ સગીરાની 30 વર્ષીય માતા દ્વારા આરોપી વિરુદ્ધ આઈપીસી ની કલમ 376 (A,B), 376(2,F) તેમજ પોકસો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આરોપી ઉત્તર પ્રદેશના એટ ગામનો વતની હોવાનું સામે આવ્યું છે. તેમજ રાજકોટ ખાતે રહીને મજૂરી કામ કરી પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હોવાનું સામે આવ્યું છે. બલદાઉ બરાર નામના વ્યક્તિ સાથે બીજા લગ્ન કરવામાં આવ્યા હોવાની પણ માહિતી મળી રહી છે.

ગુજરાતમાં આવે છે કે નથી આવતું? કેટલી તબાહી મચાવશે? ક્યારે અને ક્યાં ટકરાશે? વાવાઝોડા તેજ વિશે એકદમ સ્પષ્ટ લેટેસ્ટ આગાહી

હવામાન વિભાગની આખા દેશ માટેની આગાહી, ત્રણ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે, તો ક્યાંક કાળઝાળ ગરમી દઝાડશે

ગુજરાત પોલીસની ખતરનાક કાર્યવાહી: 2000 સ્પામાં દરોડા પાડી ગંદા ખેલનો ખાતમો કર્યો, ઓપરેશન સ્પા સિવાય બીજી વાત નહીં

જે અંતર્ગત આંગળીયાત તરીકે પોતાની દીકરીને પણ સાથે લાવ્યા હતા. જે હાલ ફરિયાદી તેમજ આરોપી સાથે રહેતી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આરોપી દ્વારા 11 વર્ષીય દીકરી સાથે શારીરિક અડપલા કર્યા અને ઉપરથી ધમકી મારી કે જો કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly