આણંદ જિલ્લા સિવિલ હોસ્પિટલનું ટૂંક સમયમાં કરાશે ભૂમિ પૂજન, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કરી જાહેરાત

Desk Editor
By Desk Editor
Share this Article

Anand News: આણંદ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ‌ નિર્માણકાર્ય સંદર્ભે ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું છે કે, આણંદના  ગુજરાત પશુ ચિકિત્સાલય અને પશુપાલન મહાવિદ્યાલય યુનિવર્સીટી, આણંદ કેમ્પસમાં આવેલ ખુલ્લી જગ્યા પર બોરસદ ચોકડી ખાતે રૂ. 160.59 કરોડના ખર્ચે હોસ્પિટલ બનાવવાનું આયોજન કરાયું છે.

આ સુવિધાયુક્ત હોસ્પિટલ બનાવવા મંજૂરી સમિતિએ તા.25-04-2023ના રોજ મંજૂરી આપી હતી. આણંદ સિવિલ હોસ્પિટલ નું ટૂંક સમયમાં ભૂમિ પૂજન કરવામાં આવશે તેમ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

Video: 36 વર્ષની ઉંમરમાં આવી જોરદાર ફિલ્ડિંગ, રોહિત શર્માનો આ કેચ તમને કરશે આશ્ચર્યચકિત, જુઓ

ટેસ્ટમાં શુભમન ગિલે ફટકારી ત્રીજી સદી, સચિન તેંડુલકરે કર્યા વખાણ, ચાહકોએ કહ્યું- જમાઈ રાજા તો છવાઈ રહ્યા છે…

ઉત્તરી પહાડોમાં હિમવર્ષા બની મુશ્કેલી, હિમાચલમાં 475 રસ્તા બંધ, કાશ્મીરમાં ટ્રાફિક થંભી ગયો, ઉત્તર ભારતમાં એલર્ટ જાહેર

આણંદ જિલ્લામાં જનરલ હોસ્પિટલ-આણંદ તથા પેટલાદ ખાતે એસ.એસ.જી હોસ્પિટલ કાર્યરત હોવાનું તેમણે જણાવ્યું હતું. આણંદ જિલ્લામાં 54 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 14 સામુહિક આરોગ્ય કેન્દ્રો પ્રજાની સેવામાં રાઉન્ડ ઘ કલોક કાર્યરત હોવાનું તેમણે જણાવ્યું હતું.


Share this Article