વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચેક રિપબ્લિકના વડાપ્રધાન પેટ્ર ફિઆલા સાથે મુલાકાત યોજી બેઠક

Desk Editor
By Desk Editor
Share this Article

Vibrant Summit 2024: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચેક રિપબ્લિકના વડાપ્રધાન પેટ્ર ફિઆલા સાથે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગાંધીનગરમાં મુલાકાત બેઠક યોજી હતી. પેટ્ર ફિઆલા રાષ્ટ્ર અધ્યક્ષ હોવાના નાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ -2024માં ચીફ ગેસ્ટ તરીકે સહભાગી થયા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, 2001માં ગુજરાતે ભયંકર ભૂકંપનો માર વેઠ્યો હતો. ઉપરાંત પાણીની ભારે અછત પણ ગુજરાતી ભોગવી છે. આ બધી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી ગુજરાતને બહાર લાવવા અને વિકાસના માર્ગે ગતિમાન બનાવવા માટે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પરંપરા 2023માં શરૂ કરાવી હતી. આ સમિટે ગુજરાતની ગ્રોથ સ્ટોરીના ઉજળા અધ્યાયનો આરંભ કર્યો, તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત અમૃતકાળમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણ માટેનું વિઝન પ્રસ્તુત કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. આ સાથે મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝન અને વૈશ્વિક મંચ ઉપર ગુજરાતની ક્ષમતાઓને ઉજાગર કરવામાં વાઇબ્રન્ટ સમિટના ભૂમિકા અંગે વિષદ છણાવટ કરી હતી.

વાઇબ્રન્ટ સમિટમાં દેશનો જય જયકાર.. ગુજરાતમાં 3,200 કરોડનું રોકાણ કરશે સુઝુકી ગ્રૂપ, તોશિહિરો સુઝુકીનું મોટું એલાન

વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ગૌતમ અદાણીનું સંબોધન: ગુજરાતમાં બનશે વિશ્વનો સૌથી મોટો એનર્જી પાર્ક, 1 લાખ લોકોને મળશે નોકરી

દેશ-વિદેશના ઉદ્યોગપતિઓની નજર વાયબ્રન્ટ સમિટમાં, હઝીરા ખાતે સ્થાપશે વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ, આર્સેલર લક્ષ્મી મિત્તલે કરી જાહેરાત

પેટ્ર ફીઆલાએ જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ચેક રિપબ્લિકના વડાપ્રધાન સહભાગી થાય તે હવે એક પરંપરા બની ગઈ છે. તેઓએ કહ્યું કે, આ પૂર્વેની વાઇબ્રન્ટ સમિટમાં તેમના પૂર્વગામી વડાપ્રધાન સહભાગી થયા હતા અને હવે તેઓને વાઇબ્રન્ટ સમિટની આ ૧૦મી એડિશનમાં સામેલ થવાની તક મળી છે. આ બેઠકમાં ઇન્ડસ્ટ્રી, ઓટોમેટીવ અને ક્લીન એનર્જી ક્ષેત્રે સહભાગીતા કરવા માટે પરામર્શ કરવામાં આવ્યો હતો.


Share this Article