Big Breaking: ગૃહમંત્રી અમિત શાહના બહેનનું નિધન, બેન રાજેશ્વરીબેન લાંબા સમયથી હતા બીમાર, શાહના તમામ કાર્યક્રમો રદ

Desk Editor
By Desk Editor
Share this Article

Ahmedabad News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બેનનું આજ રોજ નિધન થયું છે. અમદાવાદની કેડી હોસ્પિટલમાં લાંબા સમયથી રાજેશ્વરીબેન પ્રદીપભાઈ શાહ સારવાર લઈ રહ્યા હતા. જોગાનુજોગ અમિત શાહ પણ આજે ગુજરાતમાં હાજર છે અને કેટલાક કાર્યક્રમમાં હાજરી પણ આપવાના હતા.

પરંતુ એકાએક બેનના નિધન થવાના સમાચાર પ્રાપ્ત થતાં અમિત શાહે પોતાના તમામ કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે. અમદાવાદની કેડી હોસ્પિટલમાં લાંબા સમયથી રાજેશ્વરીબેન પ્રદીપભાઈ શાહ સારવાર લઈ રહ્યા હતા ત્યાં તેમનું નિધન થયું છે.

મળતી માહિતી મુજબ અમિત શાહ લગભગ બે કલાક તેની બહેન સાથે રહ્યા. આ તેમની અંગત મુલાકાત હતી. અમિત શાહે બહેનનું નિધન થતા ગુજરાતના તમામ કાર્યક્રમ રદ્દ કર્યા છે.

બનાસકાંઠાનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો

ઉલ્લેખનીય છે કે અમિત શાહનો બનાસકાંઠા અને રક્ષા યુનિ.નો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. અગાઉ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અચાનક મુંબઈ પહોંચી ગયા હતા. અમિત શાહની બહેનની મુંબઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

Ayodhya Ram Mandir: રામ લાલાની મૂર્તિ બાદ કપડાંની વિગતો આવી, જાણો પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ભગવાન શું પહેરશે?

Ayodhya Ram Mandir: વિરોધ વચ્ચે 2 શંકરાચાર્યનું સમર્થન, કહ્યું- ‘રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા હિંદુ રિવાજો પ્રમાણે છે’

ધોરણ 10 પાસ પછી પણ મળી શકે છે સરકારી નોકરી, પગાર પણ હશે શાનદાર, આ રહ્યા સ્કૉપ

અમિત શાહ પોતાની બહેનની પૂછપરછ કરવા સીધા જ મુંબઈમાં પ્રવેશ્યા હતા. આ વખતે તે તેની બહેનને મળ્યા. અમિત શાહ મુંબઈ આવ્યા બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.


Share this Article