બોર્ડની પરીક્ષા બાદ પેપર ચેક કરવામાં શિક્ષકો જોડાય તે માટે બોર્ડે કડક વલણ અપનાવ્યું છે. મોટાભાગે એવું બને છે કે ખાનગી સ્કૂલોના શિક્ષકો પોતાના ટ્યુશન ક્લાસ ચલાવવા માટે બોર્ડની પરીક્ષા પછી ખાનગી સ્કૂલમાંથી રાજીનામુ આપી દે અને નવા શૈક્ષણીક વર્ષથી ફરી પાછા જોડાઇ જાય છે. જણાવી દઈએ કે શિક્ષકોની આ ચતુરાઇ પર અંકુશ લગાવવા માટે દરેક ખાનગી સ્કૂલોને સૂચના આપવામાં આવી છે કે જે શિક્ષકો પરીક્ષા બાદ જે શિક્ષકો રાજીનામું આપે તેની જાણ ડીઇઓને કરવાની રહેશે.
નોંધનીય છે કે અત્યાર સુધી અમદાવાદ શહેરમાં કુલ 39 શિક્ષકોએ પરીક્ષાના પેપર તપાસવાના કામમાં ન જોડાવવા માટે અરજી કરી હતી જેમાં બોર્ડે એ અરજી દસ્તાવેજો વગેરેની તપાસ કરીને 17 શિક્ષકોની અરજી માન્ય કરી છે અને 12 શિક્ષકોની અરજી નામંજૂર કરી છે.
સરકારનો મોટો નિર્ણય, હવે બીજી જ્ઞાતિમાં લગ્ન કરનારને મળશે 10 લાખની સહાય, સીધા ખાતામાં જ જમા થઈ જશે
હાલમાં ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે અને પરીક્ષામાં પેપર તપાસ માટે શિક્ષકોને ફરજિયાત હાજર રહેવાની સુચના આપી છે.