Big News: રાજ્યમાં 2024માં વિવિધ 21,084 જગ્યાઓ પર ભરતીનું આયોજન, ઋષિકેશ પટેલે કરી જાહેરાત, જાણો વિગત

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News: રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, વર્ષ 2014થી 2023 દરમિયાન દસ વર્ષમાં સીધી ભરતીથી વિવિધ વિભાગોમાં કુલ 1,56,417 જગ્યાઓ પર ઉમેદવારોને ભરતી કરવાનું આયોજન હતું.

જેની સામે ફેબ્રુઆરી 2023 સુધીમાં 1,67,255 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ 2024થી 2033 સુધીના ભરતી કેલેન્ડર બનાવવાની પ્રકિયા હાલ ચાલુ છે જેમાં આગામી સમયમાં 1.30 લાખથી વધુ જગ્યાઓ ભરવાની દરખાસ્ત GADને મળી છે.

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં કરવામાં આવેલી ભરતી વિશે માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2022 અને 2023માં રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોની કુલ 35,038 જગ્યાઓ પર ઉમેદવારોને નિમણૂંક આપવામાં આવી છે. જેમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-1 અને વર્ગ-2ની જગ્યાઓ માટે 3,780 ઉમેદવારો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ધ્વારા વર્ગ-3ની જગ્યાઓ માટે 6,407 પોલીસ ભરતી બોર્ડ ધ્વારા વર્ગ-3ની જગ્યાઓ માટે 12,145, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 12,705 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, ચાલુ વર્ષ 2024માં કુલ 21,084 જગ્યાઓ ભરવા માટે પણ વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 7,459 જગ્યાઓ, પોલીસ ભરતી બોર્ડ દ્વારા 12,000 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 1,625 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

ઇસ્લામની ધરતી પર બનેલું ભવ્ય મંદિર, પ્રધાનમંત્રી મોદીએ કર્યું ઉદ્ઘાટન, દાનમાં મળી ₹538 કરોડની જમીન! જાણો વિગત

Big News: ઉત્તરાખંડમાં 12 મેના રોજ ખુલશે બદ્રીનાથ ધામના દરવાજા, 25 એપ્રિલે તેલકલશ યાત્રા, જાણો સમગ્ર વિગત

રશ્મિકા મંદાનાએ પોતાનો વેલેન્ટાઈન ડે પ્લાન જણાવ્યો, ચાહકોએ પૂછ્યું – શું તે વિજય સાથે મૂવી ડેટ પર જશે? જાણો જવાબ

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ હતુ કે, કેન્દ્ર સરકારના ઓક્ટોબર-2023માં પ્રસિધ્ધ થયેલ આંકડા પ્રમાણે દેશમાં હાલ બેરોજગારીનો દર 3.2 ટકા છે. જેની સામે ગુજરાતમાં બેરોજગારીનો દર માત્ર 1.7 ટકા છે. ડિસેમ્બર-2023ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં 3,10,590 બે વર્ષમાં 5,85,390 અને છેલ્લા પાંચ વર્ષમાં કુલ 12,43,790 લોકોને રોજગારી આપવામાં આવી હોવાનું મંત્રીએ કહ્યું હતું.


Share this Article