Ahmedabad News: ગુજરાતમાં ઘણા સમયથી માવઠાંનો માર છે. ત્યારે ઘણા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે નુકસાન પણ સહન કરવાનો વારો આવ્યો છે. હાલમાં પણ ઘણી જગ્યાએ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને એ જ અરસામાં હવે ફરીથી આજ માટે હવામાન વિભાગે નવી આગાહી કરી છે અને જણાવ્યું છે કે ક્યા જિલ્લામાં મેઘરાજા દસ્તક દઈ શકે છે.
હવામાન વિભાગે આજની આગાહી કરતાં વાત કરી કે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો ઉપરાંત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે. મંગળવારે કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. આજે નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, તાપીમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
સૌથી મોટી ચિંતાની વાત એ છે કે મિચૌંગ વાવાઝોડાને કારણે પવનની દિશા બદલાઈ શકે છે અને ઘેરા પ્રત્યાઘાત પડી શકે છે. તો વળી મહત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નથી. એકાદ ડિગ્રી તાપમાન ઘટી શકે છે. લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટવાની શક્યતા છે.
રાજ્યમાં વરસાદનું જોર યથાવત, હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદ અને વાદળછાયા વાતાવરણની કરી આગાહી
કાળજાળ મોંઘવારીમાં તમને મળશે 50 રૂપિયા સસ્તો ગેસ સિલિન્ડર, બસ ખાલી આટલું કરવાનું રહેશે
આ સાથે જ આખા ગુજરાતમાં બે દિવસ નાઇટ ટેમ્પરેચર ઘટવાની શક્યતા છે. સોમવારે પણ નલિયામાં સૌથી ઓછું 14.4 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ છે. જ્યારે અમદાવાદમાં 19.5 ડિગ્રી તાપમાન અને ગાંધીનગરમાં 18.5 ડિગ્રી નોંધવામાં આવ્યુ છે.