ગુજરાતમાં સુરત બાદ કચ્છ જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.7 માપવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્ર કચ્છથી લગભગ 25 કિમી દૂર હોવાનું કહેવાય છે. મોડી રાત્રે સુરતમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
સિસ્મોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના એક અધિકારીએ જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા 3.8 મેગ્નિટ્યુડ નોંધવામાં આવી હતી. તેનું કેન્દ્ર જમીનની અંદર 5.2 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. તેનું કેન્દ્ર અરબી સમુદ્રમાં હતું. ભૂકંપના કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.
ભૂકંપના કારણે ગુજરાત હાઈ રિસ્ક ઝોનમાં
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) અનુસાર, રાજ્યમાં ભૂકંપનું જોખમ ઘણું વધારે છે. તેથી ગુજરાત હાઈ રિસ્ક ઝોનમાં છે. 1819, 1845, 1847, 1848, 1864, 1903, 1938, 1956 અને વર્ષ 2001માં જબરદસ્ત ધરતીકંપો આવ્યા છે. ગુજરાતમાં 2001નો કચ્છ ધરતીકંપ છેલ્લી બે સદીઓમાં ભારતમાં ત્રીજો સૌથી મોટો અને બીજો સૌથી વિનાશક ધરતીકંપ હતો, જેમાં 13,800 થી વધુ લોકો માર્યા ગયા હતા અને 1.67 લાખ ઘાયલ થયા હતા.
સોમવારે તુર્કીમાં ભૂકંપ આવ્યો હતો
તુર્કીમાં સોમવારે વિનાશક ભૂકંપ આવ્યો હતો, જેમાં 25 હજારથી વધુ લોકોના મોત થયા છે. તુર્કીમાં રાહત અને બચાવ કાર્ય માટે ભારતમાંથી NDRFની ટીમો પણ મોકલવામાં આવી છે, જેઓ ત્યાં લોકોને બચાવવાની સાથે તેમની સારવારમાં રોકાયેલા છે. ભારતીય સેનાના 5 સી-17 એરક્રાફ્ટ તુર્કી મોકલવામાં આવ્યા છે. આ સિવાય બીજી ઘણી સામગ્રી તુર્કી મોકલવામાં આવી છે.
રાજ્યમા ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સુરતમાં મોડી રાત્રે લગભગ 1 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો. અડધી રાત્રે અચાનક ધરતી ધ્રુજતા લોકો ડરી ગયા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ સુરતમાં મોડી રાત્રે આવેલા ભૂકંપની તિવ્રતા 3.8ની નોંધાઈ છે. આ સાથે ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરતથી 27 કિમી દૂર હોવાનુ સામે આવ્યુ છે. હાલ સુરતમાં આવેલા ભૂકંપના આંચકાને કારણે કોઈ જાનહાની કે નુકશાનના સમાચાર નથી.
સુરતમાં મોડી રાત્રે 1 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો
VIDEO: તુર્કીમાં ભૂકંપના 94 કલાક બાદ એક યુવકને કાટમાળમાંથી બહાર કાઢ્યો, પેશાબ પીને જીવતો થયો
આ પહેલા કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કચ્છમા એક દિવસ પહેલા ભચાઉમાં આવેલા ભૂકંપની તિવ્રતા 3.0 નોંધાઈ હતી. આ સિવાય અમરેલીમાં 3 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આમ જોવા જઈએ તો 11 દિવસમાં 8 આંચકા રાજ્યમા અનુભવાયા છે.