યુ.એન. મહેતા હોસ્પિટલમાં CM પટેલ સહિત અનેક ધારાસભ્યો પહોંચ્યા, જાણો કેવી છે હવે હિરાબાની તબિયત, હોસ્પિટલે હેલ્થ બુલેટિન જાહેર કર્યું

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

PM મોદીના માતાની તબિયત વિશે સમાચાર સામે આવી રહ્યા છે કે યુ.એન.મહેતા હોસ્પિટલ દ્વારા સત્તાવાર રીતે હીરાબાની તબિયત સુધારા પર હોવાનું હેલ્થ બુલેટિન જારી કરવામાં આવ્યું છે. જેમાં હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હીરાબાની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે. હીરાબાને સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. PM મોદીના પરિવાર પર હાલમાં કોઈ ઘાત ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદી મંગળવારે તેમના પરિવાર સાથે માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. આ ઘટના કર્ણાટકના મૈસૂરમાં બની હતી. અકસ્માત સમયે તેમની સાથે કારમાં તેમની પત્ની, પુત્ર અને પુત્રવધૂ સહિત કુલ 5 વ્યક્તિ કારમાં હતા.

કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં તેમના પુત્ર અને પુત્રવધૂને ઈજાઓ પહોંચી હોઇ તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારબાદ આજે PM મોદીના માતા હિરાબાની તબિયત નાદુરસ્ત હોવાથી તેઓને UN મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આથી કદાચ એમ કહી શકાય કે હીરાબાની તબિયત લથડતા કદાચ PM મોદી અમદાવાદ આવે તો નવાઇ નહીં. CM ભૂપેન્દ્ર પટેલ પણ દવાખાને પહોંચી ગયા છે. તો અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે હાજર છે. હીરાબાની તબિયતને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે અમદાવાદ પહોંચી શકે છે.

મોદીના માતા હીરાબાને અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. જેઓની તબિયત નાદુરસ્ત હોવાનું જાણવા મળી રહ્યું હતું. જોકે આ અંગે સત્તાવાર વિગતો સામે નહોતી આવી. PM મોદીના માતા કે જેઓ 100 વર્ષના છે. જ્યારે પણ વડાપ્રધાન મોદી ગુજરાત આવે ત્યારે તેઓ અચૂકથી માતાને મળવા માટે જાય છે. આથી કદાચ એમ કહી શકાય કે હીરાબાની તબિયત લથડતા કદાચ PM મોદી અમદાવાદ આવે તો નવાઇ નહીં.


Share this Article
Leave a comment