યુએસ ફેડ રેટમાં વધારા વિશેની ચર્ચા યુએસ ફુગાવો અને લેબર ડેટાની અપેક્ષા કરતાં વધુ મજબૂત થયા પછી ગરમ થઈ છે. જેના કારણે આજે સોનાની કિંમત દબાણ હેઠળ છે. MCX પર સોનાને 59,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર તાત્કાલિક સપોર્ટ મળ્યો છે. શુક્રવારે એશિયન અને ભારતીય બજારોમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર જૂન 2023 માટે સોનાના વાયદા નીચામાં ખુલ્યા હતા પરંતુ ટૂંક સમયમાં ખરીદીમાં રસ જોવા મળ્યો હતો અને આજે બજાર ખૂલ્યાની મિનિટોમાં જ તે વધીને રૂ. 59,900 પ્રતિ 10 ગ્રામની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો.
છેલ્લા એક મહિનાથી સોનાના ભાવમાં હજાર રૂપિયા જેટલો ફેરફાર નોંધાયો હતો. જેમાં કેટલીક વાર વધારો તો કેટલીક વાર ઘટાડો જોવામળ્યો હતો. ત્યારે હવે આજે ફરીથી સોનાના ભાવમાં ઘટાયો નોંધાયો છે. ગઈકાલે સોનાનો ભાવ (10 ગ્રામ) વિશે વાત કરીએ તો 24 કેરેટ 10 ગ્રામના રૂપિયા 62300 હતા અને 22 કેરેટ 10 ગ્રામના 54200 રૂપિયા હતા. જ્યારે આજે સોનાનો ભાવ (10 ગ્રામ) 24 કેરેટ 10 ગ્રામના 62000અને 22 કેરેટ 10 ગ્રામ -53900 રૂપિયા છે. વિશ્લેષકોએ સોનાના ભાવમાં ઘટાડો થવાનું કારણ ટ્રેડર્સ દ્વારા પોઝિશન ઓફ લોડિંગને આભારી છે. વૈશ્વિક સ્તરે, ન્યૂયોર્કમાં સોનું 0.42 ટકા ઘટીને $1,990.60 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું.
ગૂગલે લોનના નામે હજારો કરોડની છેતરપિંડી કરનારી 3500 એપ્સ કાઢી નાખી, તમે તો ભેખડે નહોતા ભરાયા ને??
મોંઘીદાટ BMW કાર સુરતમાં રસ્તા વચ્ચે સળગી ગઈ, કારણ કોઈને નથી ખબર, ચારેકોર અફરાતફરીનો માહોલ
જો તમે પણ બજારમાં સોનું ખરીદવા જઈ રહ્યા છો તો હોલમાર્ક જોઈને જ સોનું ખરીદો. સોનાની શુદ્ધતા તપાસવા માટે તમે સરકારી એપનો પણ ઉપયોગ કરી શકો છો. ‘BIS કેર એપ’ દ્વારા તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો કે તે અસલી છે કે નકલી. આ સિવાય તમે આ એપ દ્વારા પણ ફરિયાદ કરી શકો છો. તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે માત્ર 8955664433 પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો.