Big Breaking: “નો રિપીટ થિયરી” ગુજરાતમાં ભાજપે રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારોની કરી જાહેરાત, જે.પી નડ્ડા કરશે ગુજરાતથી ઉમેદવારી

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News: ગુજરાતમાં ભાજપે રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત કરી છે. રાજ્યસભા માટે ગુજરાતમાંતી 4 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જે. પી. નડ્ડા, જસવંતસિંહ પરમાર, ગોવિંદ ધોળકિયા અને મયંક નાયકના નામની જાહેરાત કરવામાં આવી છે.

આ નામમાં ભાજપના હાલના સાંસદ મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રુપાલાને ફરી ટીકીટ મળી નથી. આ પહેલા આજે સવારે ભાજપે રાજ્યસભાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં 5 ઉમેદવારોના નામ છે.

ભાજપે ઓડિશાથી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે માયા નરોલિયા અને એલ મુરુગનને એમપીમાંથી ટિકિટ આપવામાં આવી છે. મધ્યપ્રદેશમાંથી બંસીલાલ ગુર્જર અને ઉમેશ નાથ મહારાજ નામના બે અન્ય ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે, જેમાં વિવિધ રાજ્યોમાંથી 7 લોકોને પોતાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ બુધવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને ગુજરાતમાંથી રાજ્યસભા અને અશોક ચવ્હાણને મહારાષ્ટ્રમાંથી ઉમેદવાર જાહેર કર્યા છે.

અંબાલાલ પટેલની ગરમા-ગરમ આગાહી, આ દિવસથી શરૂ થશે ઉનાળો, લા નીનોને કારણે સ્થિતિમાં બદલાવ

Breaking News: મણિનગરમાં બાંધકામ સાઇટ પર ભેખડ ધસી પડતા 5 દટાયાં, ફાયર બ્રિગેડની ટીન દ્વારા શોધ-ખોળ ચાલું

ઓ.. હો.. હો.. હાર્દિક પંડ્યાની પત્ની નતાશા રહે છે કરોડોના ઘરમાં, જુઓ હાર્દિકે વેલેન્ટાઈન ડે પર કેવી રીતે ઉજવ્યો

તમને જણાવી દઈએ કે અશોક ચવ્હાણ એક દિવસ પહેલા જ ભાજપમાં જોડાયા હતા અને સોમવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. રાજ્યસભાની 56 બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે અને નામાંકન ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે.


Share this Article