ગુજરાતમાં પાછલી બે ટર્મથી તમામ લોકસભાની બેઠકો પર ભાજપનો વિજય થયો છે, હવે આગામી ચૂંટણીમાં પણ તમામ બેઠકો પર વિજય મેળવવા માટે પ્રયાસો કરવામાં આવશે. જોકે, આ પહેલા રાજ્યના 33 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકાઓમાં પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી પહેલા અને પછી હંમેશા ભાજપના સંગઠનની બૂથ કમિટીથી લઈને વિવિધ પદના નેતાઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવતી હોય છે.
પ્રદેશ ભાજપ દ્વારા હવે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. રાજ્યની 26 બેઠકો પર વિજય મેળવવા ભાજપ દ્વારા પ્રયાસો શરુ કરી દેવામાં આવ્યાં છે. વિધાનસભામાં જે બેઠકો પર પરાજય મળ્યો છે ત્યાં કેવી રીતેસંગઠનને મજબૂત કરીને લોકસભામાં જીત મેળવવી તેના પર મંથન શરૂ કરવામાં આવ્યું છે.
સુરત શહેરમાં શિતલબેન સોની, વડોદરા શહેરમાં ગોરધન ઝડફિયા, જામનગરમાં પલ્લવીબેન ઠાકર, રાજકોટમાં પ્રકાશભાઈ સોની, ભાવનગર શહેરમાં ચંદ્રશેખર દવે જ્યારે અમદાવાદમાં ઝવેરીભાઈ ઠકરારની નિમણૂંક કરવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે જિલ્લા અને મહાનગરના સંગઠનના 41 પ્રભારીઓની નિમણૂંક કરી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ લોકસભાનીચૂંટણી પહેલાં સંગઠનને મજબૂત કરવા માટે જિલ્લા અને શહેર પ્રભારીની નિમણૂંક કરી છે. જેમાં 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રભારીઓ નિમવામાં આવ્યાં છે.
લોકસભાની ચૂંટણી પહેલાં આદિવાસી વિસ્તારમાં પક્ષની પકડ મજબૂત કરવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલને હવે ભાજપનો કેસરીયો પહેરાવવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ધીરુભાઈ કોંગ્રેસની ટીકિટ પર 6 વખત ચૂંટણી લડી ચૂકયા છે. હવે તેમને ભાજપમાં લાવીને આદિવાસી મતો અંકે કરવાની તૈયારી કરી લેવાઈ છે.
જ્યાં સુધી ગાંધીનગરની વાત છે ત્યા સુધી વિદ્યાર્થીકાળથી રાજનીતિમાં સક્રિય, ભાજપા યુવા મોરચામાં કામગીરી કરનાર, ગાંધીનગર જિલ્લા ભાજપમાં મંત્રી અને ઉપપ્રમુખની જવાબદારી નિભાવનાર, ગાંધીનગર ઉત્તર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અશોકભાઈ પટેલને પાટીલ દ્વારા ભરૂચ જિલ્લા ભાજપા સંગઠનની જવાબદારી સોંપવામાં આવી છે.
ગાંધીનગર શહેર ભાજપના પ્રભારી તરીકે નૌકાબેન પ્રજાપતિની વરણી કરવામાં આવી છે. જ્યારે જિલ્લાના પ્રભારી તરીકે અશોકભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી છે. શહેર અનેજિલ્લા ભાજપના પ્રભારીઓ નવી નિયુક્તી થતાં જ સંગઠ્ઠનમાં એક નવો જ સંચાર થયો છે. નવનિયુક્ત થયેલા પ્રભારીઓ આગામી દિવસોમાં શહેર અને જિલ્લા સંગઠ્ઠન સાથે બેઠક યોજશે.
ગાંધીનગર શહેર ભાજપના પ્રભારી તરીકે નૌકાબેન પ્રજાપતિની વરણી કરવામાં આવી છે. જ્યારે જિલ્લાના પ્રભારી તરીકે અશોકભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી છે. શહેર અનેજિલ્લા ભાજપના પ્રભારીઓ નવી નિયુક્તી થતાં જ સંગઠ્ઠનમાં એક નવો જ સંચાર થયો છે. નવનિયુક્ત થયેલા પ્રભારીઓ આગામી દિવસોમાં શહેર અને જિલ્લા સંગઠ્ઠન સાથે બેઠક યોજશે.