UPAના 10 વર્ષ પર લોકસભામાં રજૂ કરવામાં આવ્યું શ્વેતપત્ર, ભાજપે કોંગ્રેસ સરકારના આર્થિક ગેરવહીવટ પર કર્યા પ્રહારો

Desk Editor
By Desk Editor
Share this Article

National News: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે 2004 થી 2014 ના UPA કાર્યકાળ દરમિયાન આર્થિક ગેરવહીવટ પર લોકસભામાં અર્થતંત્ર પર શ્વેતપત્ર રજૂ કર્યું હતું. આવતીકાલે 12 વાગ્યે લોકસભામાં શ્વેતપત્રના મુદ્દા પર ચર્ચા કરવાનો પ્રસ્તાવ છે.

બીજેપી તરફથી સુનીતા દુગ્ગલ, તેજસ્વી સૂર્યા, નિશિકાંત દુબે, જયંત સિંહા અને અન્ય સાંસદો આ શ્વેતપત્ર પર પોતાના વિચારો રજૂ કરશે. આ શ્વેતપત્રમાં 2004 થી 2014 દરમિયાન યુપીએ સરકારની આર્થિક નીતિઓમાં રહેલી ખામીઓનો વ્યવસ્થિત રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ખામીઓના સ્થાને શું કરવું જોઈતું હતું તેનો પણ આ શ્વેતપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પછી, 2014 થી 2024 સુધી મોદી સરકારના કાર્યકાળ દરમિયાન આર્થિક નીતિઓ કઈ રીતે લાગુ કરવામાં આવી હતી તે સંસદમાં જણાવવામાં આવશે. આ પછી, આ શ્વેતપત્ર પર ચર્ચા માટેનો સમય પણ પ્રસ્તાવિત છે. પીએમ મોદીની સરકારે 2014 પહેલા અર્થવ્યવસ્થાના ‘મિમમેનેજમેન્ટ’ અંગે સંસદમાં આ શ્વેતપત્ર રજૂ કર્યું છે.

2014માં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પહેલીવાર સરકારની રચના થઈ હતી. તે પહેલા મનમોહન સિંહના નેતૃત્વમાં સતત 10 વર્ષ એટલે કે 2004-14 સુધી સરકાર હતી. મોદી સરકારનો બીજો કાર્યકાળ પણ ટૂંક સમયમાં પૂરો થવા જઈ રહ્યો છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે વર્ષ 2024-25નું વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે આ ગેરવહીવટ પર શ્વેતપત્ર લાવવાની માહિતી આપી હતી. સીતારમણે કહ્યું હતું કે ‘સરકાર ગૃહના ટેબલ પર અર્થવ્યવસ્થા પર શ્વેતપત્ર રજૂ કરશે, જેથી જાણી શકાય કે આપણે 2014 સુધી ક્યાં હતા અને અત્યારે ક્યાં છીએ. આ શ્વેતપત્રનો હેતુ તે વર્ષોના ગેરવહીવટમાંથી બોધપાઠ લેવાનો છે.

નાણામંત્રી સીતારમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે 2014માં દેશની બાગડોર સંભાળ્યા બાદ સરકાર કટોકટીનો સામનો કરવામાં સફળ રહી હતી અને હવે અર્થવ્યવસ્થા સર્વાંગી વિકાસ સાથે ઉચ્ચ વૃદ્ધિના માર્ગ પર આગળ વધી રહી છે. તેમણે કહ્યું હતું કે ‘2014માં અર્થવ્યવસ્થાને તબક્કાવાર ઠીક કરવાની અને ગવર્નન્સ સિસ્ટમને યોગ્ય ટ્રેક પર લાવવાની મોટી જવાબદારી હતી.

દુબઈની ઘરતીમાં બન્યુ પહેલું હિન્દુ મંદિર, મહંતસ્વામી મહારાજ પહોંચ્યા અબુ ધાબી, PM મોદી 14 ફેબ્રુઆરીએ કરશે ઉદ્ઘાટ

ફરી એકવાર હડતાળ પર બેઠાં ખેડૂતો, નોઈડામાં ભારે ટ્રાફિક જામ, પોલીસે નોઈડા-દિલ્હી બોર્ડર પર રોડ કર્યો બ્લોક, જાણો સમગ્ર મામલો

ચમત્કાર છે ચમત્કાર! ભગવાન વિષ્ણુ જ નહીં… હવે કૃષ્ણા નદીમાંથી મહાદેવ પણ પ્રગટ થયા, જાણો રામલલા સાથે શું સંબંધ?

લોકોની અપેક્ષાઓ વધારવી, રોકાણ આકર્ષવું અને જરૂરી સુધારાઓ માટે સમર્થન મેળવવું એ સમયની જરૂરિયાત હતી. આવા સમયે, સરકારે ‘નેશન ફર્સ્ટ’ના દૃઢ વિશ્વાસ સાથે સફળતાપૂર્વક આ સિદ્ધ કર્યું.


Share this Article