યુપીના બલિયામાં બોટ પલટી જવાથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકો બોટ પર સવાર થઈને મુંડન સંસ્કાર માટે જઈ રહ્યા હતા. માલદેપુર ગંગાઘાટ પાસે આ અકસ્માત થયો હતો. બોટ પલટી ગયા બાદ તેના પર સવાર લોકો ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. બહાર કાઢવામાં આવેલા લોકોમાંથી ત્રણના મોત થયા છે.
बलिया में नाव पलटी, तीन की मौत
माल्देघाट पर हुआ हादसा। मुंडन संस्कार के लिए सुखपुरा से गंगा घाट पहुंचे थे लगभग दो दर्जन लोग। बाहर निकाले गए छह लोगों में तीन की मौत हो चुकी थी।प्रत्यक्षदर्शियों के मुताबिक कुछ लोग लापता हो सकते हैं। नाव पर सवार कुछ लोग पीपा पुल की रस्सी पकड़कर निकल pic.twitter.com/vOCrpzMmAT
— Hindustan Varanasi (@HindustanVns) May 22, 2023
લોકોને ડૂબતા જોઈને ડાઈવર્સે તરત જ નદીમાં કૂદીને તેમને બચાવવાનું શરૂ કર્યું. મોટાભાગના લોકોને બહાર કાઢવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બહાર કાઢવામાં આવેલા ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. માહિતી મળતાં જ સમગ્ર વહીવટી સ્ટાફ અને રાહત ટીમ સ્થળ પર હાજર છે.
500 Note: 2000 બાદ હવે 500ની નોટને લઈ સૌથી મોટું અપડેટ, લોકોએ 1000 કામ પડતાં મૂકી જાણી લેવું જોઈએ
Gujarat weather: અંગ દઝાડતી ગરમી ઘટવાને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, લોકો ખુશ-ખુશાલ થઈ ગયાં
બલિયાના સુખપુરાના લગભગ 40 લોકો મુંડન સમારોહ માટે ગંગા ઘાટ પહોંચ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કેટલાક લોકો ગુમ થઈ શકે છે. બોટમાં સવાર કેટલાક લોકો પીપા પુલનું દોરડું પકડીને બહાર આવ્યા હતા. નદીમાં હજુ પણ શોધખોળ ચાલુ છે. હજુ પણ કોઈ ગુમ છે કે કેમ તે જાણવાના પ્રયાસો ચાલુ છે.