Gujarat weather: અંગ દઝાડતી ગરમી ઘટવાને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, લોકો ખુશ-ખુશાલ થઈ ગયાં

Lok Patrika Desk
By Lok Patrika Desk
imd
Share this Article

રાજ્યમાં ગરમીનું તાપમાન વધુ જઈ રહ્યું છે. બીજી બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાં ભેજનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જેના કારણે લોકોને ગરમી સાથે બફારાનો ડબલ માર સહન કરવો પડી રહ્યો છે. આ ગરમી અને બફારા વચ્ચે હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, હાલ પાંચ દિવસ રાજ્યનું હવામાન સૂકું રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીથી વધવાનો છે. જ્યારે હાલ કમોસમી વરસાદની કોઇ સંભાવના નથી.

અમદાવાદના હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૈહાણના જણાવ્યા પ્રમાણે, આગામી પાંચ દિવસ રાજ્યનું હવામાન સૂકું રહેવાની સંભાવના છે. જ્યારે તાપમાનની વાત કરીએ તો તેમાં મોટા ફેરફાર થવાની સંભાવનાઓ નથી. અમદાવાદમાં આકરી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે અમદાવાદ માટે યલો એલર્ટ આપ્યું છે.

imd

કચ્છના નાના રણમાં ચક્રવાત સર્જાયું હતું. જેનો લાઇવ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થયો હતો. જે જોયા બાદ રણકાંઠાના લોકોને વિચારતા કરી મૂક્યા છે. એમાં આ વીડિયો બનાવનારા મુલાડા ગામના ભરતભાઇએ જણાવ્યું હતું કે, કાલે 6 વાગ્યાની આસપાસ મીઠાગોઢા નાગબાઈ રણમાં હતા ત્યારે આકાશમાં ચકરી વાવાઝોડાનો લાઈવ વીડિયો અમે બનાવ્યો હતો. પ્રથમ તો આ દૃશ્ય જોઇને અમે ડરી જ ગયા હતા. જોકે, લોકો પણ આ વીડિયો જોઇને ગભરાવવા લાગ્યા છે.

આ ઉપરાંત સિવાય ગાંધીનગર, રાજકોટ, અમરેલી, કંડલા, ભૂજ, વલ્લભ વિદ્યાનગરમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ રહેશે. પરંતુ વરસાદ થવાની કોઈ સંભાવના ના હોવાનું પણ જણાવાયું છે.તેમણે એમ પણ જણાવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભેજનું પ્રમાણ વધવા લાગશે અને તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાની સંભાવના છે..

imd

આ પણ વાંચો

500 Note: 2000 બાદ હવે 500ની નોટને લઈ સૌથી મોટું અપડેટ, લોકોએ 1000 કામ પડતાં મૂકી જાણી લેવું જોઈએ

Bageshwar Dham: વિરોધીઓને સામે પડકાર ફેંકતા ધીરેનદ્ર શાસ્ત્રીએ આપી ચેલેન્જ, કહ્યું- પછી કોઈ કહેતા નહીં કે ગુરુજીએ….

2000 Notes Ban: 2000ની નોટ બંધ થઈ એમાં કોને સૌથી વધારે નુકસાન ગયું, આ વિશે તો કોઈએ નહીં વિચાર્યું હોય

આ સાથે તેમણે આગાહી પણ કરી છે કે, ત્રણ દિવસ બાદ ગરમીમાં આંશિક રાહત રહેશે અને તાપમાનમાં ઘટાડો થશે. 24 મે બાદ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી ઘટાડો નોંધાશે.બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસા અંગે રોહીણી નક્ષત્ર જોઇને ચોમાસા અંગે પુર્વાનુમાન કર્યુ છે. મે મહિનામાં એટલે કે, ચોમાસા પહેલા વાવાઝોડા સક્રિય થતા હોય છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા મોચા વાવાઝોડું નબળું પડી ગયુ છે. હવામાન નિષ્ણાતો પ્રમાણે, હવે અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું સક્રિય થશે.


Share this Article
TAGGED: , ,