હાલમાં એક ચકચારી કેસ સામે આવ્યો છે. સુરતના પાલનપુર વિસ્તારમાં રહેતી ફિઝિયોથેરાપિસ્ટ મહિલાની હનુમાન ટેકરી પાસે આવેલી તાપી નદીમાંથી લાશ મળી આવતા હાલમાં આખા રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. ઘટના અંગે પોલીસની જાણ થતાં પોલીસે પણ તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે. યુવતીએ તાપીમાં છલાંગ લગાવી આપઘાત કર્યો હોવાનું હાલમાં પોલીસ કહી રહી છે. જો કે મોટી વાત તો એ છે કે હજુ તો 27 દિવસ પહેલા જ યુવતીના લગ્ન થયા છે. તાપીમાં ઝંપલાવી આપઘાત કરી લેતા અનેક સવાલોમાં થયા છે.
25 વર્ષીય હેમાંગી સુરતના પાલનપુર પાટિયા સ્થિત શ્રી રંગ સોસાયટીમાં રહે છે. તે ફિઝિયોથેરાપિસ્ટ હતી. 27 દિવસ પહેલા જ ઓનલાઇનના બિઝનેસ સાથે સંકળાયેલા ડેરિકભાઈ સાથે તેમના તેના લગ્ન થયા હતા. હવે એવામાં શું થયું કોઈને ખબર ન પડી અને હેમાંગી મંગળવારે નોકરી પર જવાનું કહીને નીકળી ગઈ પછી ઘરે જ ફરી આવી નહીં. ત્યારબાદ પરિવાર તેની શોધખોળમાં લાગી ગયું હતું અને બુધવારે સવારે હેમાંગીની હનુમાન ટેકરી નજીક તાપી નદીમાંથી લાશ મળી ત્યારે પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ. પોલીસનો સ્ટાફ ઘટના સ્તરે દોડી તાપી નદીમાં છલાંગ લગાવી આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે.
હાલમાં માહિતી સામે આવી રહી છે કે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો. ત્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ઘટના અંગે એસીપી એલ. બી. ઝાલાએ જણાવ્યું હતું કે, વહેલી સવારે સિંગણપુર પોલીસને જાણ કરવામાં આવી હતી કે, હનુમાન ટેકરી પાસે તાપી નદીમાં કિનારે એક યુવતીની લાશ છે. જેને લઇ અમારો પોલીસ સ્ટાફ ત્યાં દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે, હેમાંગીબેને નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો છે. પરંતુ આ આપઘાત તેણે શા માટે કર્યો છે. તે એની પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. તેણી પાસેથી કોઈપણ સુસાઇડ નોટ મળી આવી નથી. જેથી હાલમાં ફિઝીયોથેરાપિસ્ટ યુવતીના આપઘાત પાછળ અનેક રહસ્યો ઘેરાયેલા છે.
યુવતીના જીવન વિશે વાત કરીએ તો મંગળવારે હેમાંગી પોતાના સાસરેથી નીકળ્યા બાદ બીજા દિવસે તેની લાશ જ મળી આવી હતી. પરિવારે હેમાંગીને અનેક વખત ફોન કર્યા હતા. પરંતુ હેમાંગી નો ફોન લાગતો ન હતો અને તેની સાથે સંપર્ક પણ ના થઈ શક્યો. જેને લઇ ફોનને આધારે લોકેશન હનુમાન ટેકરી કાપી નદી કિનારાની આસપાસનું બતાવતું હતું. જ્યાં પરિવાર દ્વારા તપાસ કરાતા તાપી નદીમાંથી યુવતીની લાશ મળી આવી હતી. ફિઝીયોથેરાપિસ્ટ વિશે વાત કરવામાં આવે તો ક્લિનિક પર હેમાંગી નોકરી કરતી હતી. ત્યારે મંગળવારે હેમાંગી સવારે નોકરી પર જવા નીકળી હતી. ફરી પાછી બપોરે ઘરે આવી હતી અને અચાનક થોડા સમય પછી ફરી નોકરી પર જવાનું છે એમ કહી ઘરેથી મોપેડ નીકળી ગઈ હતી. જોકે થોડા સમય પછી ક્લિનિક પરથી ડોક્ટરને હેમાંગીના પતિ ભાઈને ફોન કરી કહ્યું હતું કે હેમાંગીબેન ક્લિનિક પર આજે કેમ આવ્યા નહીં. તેનો ફોન પણ કેમ લાગતો નથી? ત્યારબાદ બધી વાત પ્રકાશમાં આવી હતી.