Business News : દિવાળીમાં હવે લગભગ એક અઠવાડિયું બાકી છે. ધનતેરસથી ભાઈબીજ સુધી ચાલનારા આ તહેવારમાં લોકો સોના-ચાંદીમાં ભારે રોકાણ કરે છે. જો સોનાના ભાવ તમારું ટેન્શન વધારી રહ્યા છે, તો અમે તમને કેટલીક એવી જગ્યાઓ જણાવીએ છીએ જ્યાં તમને સસ્તું સોનું મળશે. તેનાથી પણ મહત્વની વાત એ છે કે, તમે અહીંથી સરળતાથી ખરીદી કરી શકો છો.
જો તમે દિવાળી પર સોનાની જ્વેલરી ખરીદવાનું વિચારી રહ્યા છો. તો તમે ઓનલાઇન જ્વેલરી બ્રાન્ડ્સમાંથી પણ શોપિંગ કરી શકો છો. ઓનલાઈન બ્રાન્ડ્સ પર તમને ગોલ્ડ રેટથી લઈને કાર્ડ ઓફર્સ પર ડિસ્કાઉન્ટ, મેકિંગ ચાર્જ પર ડિસ્કાઉન્ટ મળે છે.
ઘરે બેઠા સસ્તા સોનાની ખરીદી કરો
ઓનલાઇન શોપિંગ બ્રાન્ડથી શોપિંગ કરવાનો એક ફાયદો એ છે કે તેની ડિલિવરી ઘરે બેઠા જ કરવામાં આવે છે. સાથે જ તમે તેને ઓન ધ ગો એટલે કે મેટ્રોમાં મુસાફરી દરમિયાન કરી શકો છો.
મળી રહી છે આ શાનદાર ઓફર્સ
ઓનલાઇન જ્વેલરીની મોટી બ્રાન્ડ કેરેટલેનને હાલ શાનદાર ઓફર્સ મળી રહી છે. અહીં જો તમે ડાયમંડ જ્વેલરી ખરીદો છો તો તમને ડાયમંડની કિંમત પર 25 ટકાનું ફ્લેટ ઓફ મળશે. સાથે જ તમે 50 હજારથી વધુની શોપિંગ કરવા પર 3 ટકા વધારે બચત કરી શકશો. તે જ સમયે, જો તમે એસબીઆઈ કાર્ડથી ખરીદી કરો છો, તો તમને હીરાની કિંમત પર 5% નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળશે.
ઓનલાઇન જ્વેલરીની બીજી બ્રાન્ડ બ્લૂ સ્ટોન (Blue Stone) પર તમને ગોલ્ડ જ્વેલરી મેકિંગ ચાર્જ પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સાથે જ હીરાની કિંમત પર 5 ટકાની છૂટ પણ મળી રહી છે.
Breaking: ઇઝરાયેલે ગાઝા સિટી પર કર્યો સૌથી ખતરનાક હુમલો, ગાઝા પટ્ટીને બે ભાગમાં ફાડી નાખી
દિવાળીના તહેવારની જ અંબાલાલ પટેલે કરી ઘાતક આગાહી, વાતાવરણમાં થશે મોટી હલચલ, ભોગવવા માટે તૈયાર રહેજો
‘મિયા બાય તનિષ્ક’ (Mia by Tanishq) ઓફિસ જનારાઓ માટે એકદમ ટ્રેન્ડી ગોલ્ડ જ્વેલરી બનાવે છે. દિવાળીની સિઝનમાં તેમાં ગ્રાહકો માટે ફ્લેટ 20 ટકા ઓફ ઓફર મળી રહી છે. આ પ્લેટફોર્મ પર તમને 14 કેરેટથી લઇને 22 કેરેટ સુધીની ટ્રેન્ડી ગોલ્ડ જ્વેલરી મળે છે.