Ahmedabad News: અમદાવાદને કલંકિત કરતી ઘટના, હોટેલના વેઈટરે રાત્રે દોઢ વાગ્યે સગીરાનું મોં દબાવી 4 વખત રેપ કર્યો, પંથકમાં ચકચાર

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News : 11 વર્ષની સગીરા સાથે ત્રણથી ચાર વખત દુષ્કર્મ ગુજારવાની ઘટના બની છે. સગીરા પર દુષ્કર્મ ગુજારનાર હોટલ વેઈટરની પોલીસે ધરપકડ કરી છે. આરોપી સગીરાનુ મોઢું દબાવી તેની સાથે જબરજસ્તી કરી હતી. સાથે જ સગીરા સ્કૂલે જતી હોય તે સમયે પણ તેનો પીછો કરી પરેશાન કરતો હતો. જે અંગે બોડકદેવ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી.

બોડકદેવ પોલીસની કસ્ટડીમાં આવેલા આરોપીનું નામ પ્રવેશ દિવાકર છે. જે 22 વર્ષની ઉંમરનો છે, અને હોટલમાં વેઈટર તરીકે મજૂરી કરે છે. આરોપી વિરુદ્ધ બળાત્કાર અને પોકશોની કલમો હેઠળ ગુનો નોંધાયો છે, ઘટના એવી છે કે જેમાં સાત જુલાઈના રોજ રાત્રે દોઢ વાગે સગીરાનું મોઢું દબાવી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.

ADD- Best pg in Ahmedabad

 

મારી નાખવાની ધમકી આપતો

ત્યારબાદ ત્રણથી ચાર વખત સગીરા સાથે દુષ્કર્મ ગુજારી હોવાની પોલીસ ફરિયાદમાં નોંધ થઈ છે. જ્યારે સગીરા તેનો વિરોધ કરતી ત્યારે આરોપી તેને મારી નાખવાની ધમકી આપતો હતો. જોકે પરિવારને જાણ થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. આ સમગ્ર બાબતે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

અહીં ટામેટા ખરીદવા માટે પડાપડી થઈ, 3 કલાકમાં 3000 કિલો ટામેટાં વેચાયા, જાણો અનોખું કારણ

આ ભારતીય પાસે છે 21 કરોડની કિંમતની સુપરકાર, બુલેટની સ્પીડથી પણ વધારે ભાગે! જાણીને ચોંકી જશો

 

આરોપી સગીરાની સ્કૂલ સુધી પહોંચ્યો

સગીરા આરોપી પ્રવેશ દિવાકરને સંબંધ રાખવા ના પડતી ત્યારે તે સગીરાનો પીછો કરી સ્કૂલ સુધી જતો અને તેરે સાથ રિસ્તા રખના હૈ, તેમ જણાવી તેને પરેશાન કરતો હતો. જોકે 13 જુલાઈના રોજ પણ આરોપી સગીરાની સ્કૂલ સુધી પહોંચ્યો હતો. જે બાદ મામલો સામે આવતા સગીરાએ તેના માતા પિતાને આ અંગે જાણકારી આપી હતી. જે અંગે પરિવાર એ પોલીસનો સંપર્ક કરી ગુનો નોંધાવ્યો હતો.

 

 

 


Share this Article