Rajkot News: ગુજરાતની ગૃહિણીઓ માટે મોટા સારા સમાચાર સામે આવી રહ્યા છે. એક તરફ સાતમ આઠમ આવી રહી છે અને એ જ સમયે સીંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે 40 રૂપિયાનો ઘટાડો થતાં મોંઘવારીમાં મોટી રાહત મળી રહી છે.
આ ભાવ ઘટાડા પછી હજુ પણ સીંગતેલના ડબ્બાનો ભાવ 3000 રૂપિયાને પાર છે જેથી લોકોમાં દુખ પણ જોવા મળી રહ્યું છે. રાજકોટમાં સીંગતેલનો ડબ્બો 3000 થી 3,040 રૂપિયા બોલાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં નવી મગફળીની આવકનાં પગલે ભાવમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું સામે આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં સતત મગફળીની આવકમાં હવે વધારો થશે. જેના કારણે સીંગતેલેના ભાવમાં આગળ પણ ઘટાડો ધવાની ધારણા છે. વિદેશી બજારોમાં ખાદ્ય તેલ (ખાસ કરીને સૂર્યમુખી અને સોયાબીન તેલ)ના ઘટતા ભાવ વચ્ચે ગયા સપ્તાહે દિલ્હી તેલ-તેલીબિયાં બજારમાં ખાદ્યતેલો, તેલીબિયાંના ભાવમાં ઘટાડો ચાલુ રહ્યો હતો.