Politics News: ગઈકાલે રાજનીતિના એક મોટા સમાચાર સામે આવ્યા હતા કે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પંથકની જંગલની જમીન પર અમુક મોટામાથાઓએ કબ્જો જમાવી લીધો હતો. આ જમીનમાં ગેરકાયદે કબજો કરી ઉપયોગ કરવામાં આવતો હોવાનું તંત્રના ધ્યાને જતા વનવિભાગનના સબંધિત અધિકારીઓ દોડી ગયા હતા. ત્યાં MLA ચૈતર વસાવા અને વનવિભાગના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ જતા ચૈતર વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. હવે આ મામલે નવો જ ઉકળાટ બહાર આવ્યો છે.
હાલમાં પરિસ્થિતિ એવી થઈ છે કે ફરિયાદ બાદ ધારાસભ્ય ચૈતર વસાવા કાલથી હજુ પણ ફરાર હોવાનું સામે આવ્યું છે. આ સાથે આજે ડેડિયાપાડા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને લઈ સમગ્ર ડેડિયાપાડામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ તરફ સાંસદ મનસુખ વસાવાએ લોકોને બંધમાં સહયોગ ન આપવા અપીલ કરી છે જે પણ ચર્ચાનો મુદ્દો બન્યો છે.
હાલમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ તરફ આજે ડેડિયાપાડા બંધનૅ એલાનને પગલે હવે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોધાતા ડેડિયાપાડા ભરેલા અગ્નિ જેવો માહોલ છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ વનકર્મીને મારમાર્યો અને હવામાં ફાયરિંગ કરી હોવાની બાબતે પોલીસ ગુનો નોંધ્યો છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની અને P.A સામે ફરિયાદ બાદ હવે મોડી રાત્રે 3 આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે.
આ કેસમાં સૌથી મહત્વની વાત એ છે કે, ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યા હતા. જે બાદમાં ચૈતર વસાવાના પત્ની, P.A અને ખેડૂતને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. વનવિભાગે ચૈતર વસાવા તેના પત્ની અને P.A વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાદમાં હવે આજે ડેડિયાપાડા બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે.
મુકેશ અંબાણીને ફરી જાનથી મારી નાખવાની ધમકી… 7 દિવસમાં ચોથી વખત આ ખાનના નામે આવ્યો ધમકીભર્યો મેલ
અંબાલાલ પટેલની નવેમ્બર મહિનાને લઈ ઘાતક આગાહી, દિવાળીના તહેવારમાં મેઘરાજા મંડાય તો નવાઈ નહીં
આ તરફ હવે ધારાસભ્ય વિરૂદ્ધ આ ખોટા ગુના હોવાની બાબતે ચૈતર વસાવાના સમર્થકો એ ડેડિયાપાડા બંધનું એલાન કર્યું છે. જોકે ભાજપ દ્વારા ડેડિયાપાડા બંધના એલાનને નિષ્ફળ બનાવવા સાંસદ મનસુખ વસાવા સહિત બજારમાં ઉતરી પડ્યા છે. આ તરફ નર્મદા પોલીસે DySP ,5 PI, 8 PSI સહિત 100 થી વધુ પોલીસ કોન્સ્ટેબલ પોલીસ જવાનો ડેડિયાપાડામાં ખડકી દીધા છે.